‘ભાગ’વલ્લભનાં ત્રણ શોખ: સત્તા, સંપત્તિ અને સ્ત્રી
વર્ષો અગાઉ ‘ભાગ’વલ્લભની કામલીલાનો ભાંડો ફૂટ્યો હતો?
- Advertisement -
મુઠ્ઠી વાળી, ખભ્ભે ધોતિયું નાખી, વંડી ઠેકીને ભાગવું પડ્યું હતું!
ખાસ-ખબર સંવાદદાતા
આશારામ બાપુની ગુજરાતી એડિશન અને આજકાલ ‘ભાગ’વલ્લભ સ્વામીના નામે કુખ્યાત બની ગયેલા એક ભગવાધારીની કામલીલાનો ભાંડો વર્ષો અગાઉ ફૂટ્યો હતો. પરસ્ત્રીના ઘરે અડધી રાત્રે પકડાઈ જતા ‘ભાગ’વલ્લભ સ્વામીને મુઠ્ઠી વાળી, ખભ્ભે ધોતિયું નાખી, વંડી ઠેકીને ભાગવું પડ્યું હતું અને લેખિતમાં માફી પણ માંગવી પડી હતી. તે સમયે રાજકોટના પોશ વિસ્તારમાં મધરાતે વંડી કુદતાં આબાદ ઝડપાયેલા એક વિવાદાસ્પદ સંકુલના ભગવાધારી ‘ભાગ’વલ્લભ સ્વામીની કામલીલાનો કિસ્સો ટોક ઓફ ટાઉન બનેલો હતો. હવે જ્યારે સત્તા, સંપત્તિ અને સ્ત્રી જેવા ત્રણ શોખ ધરાવતા ‘ભાગ’વલ્લભ સ્વામી ફરી ચર્ચામાં છે ત્યારે તેમની કામલીલાનો કિસ્સો પાછો ચર્ચામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2013માં એક ગુજરાતી દૈનિકમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ ત્યાગની ભાવના અને વલ્લભની આરાધના સંસાર છોડી ભગવા ધારણ કરનાર એ ‘ભાગ’વલ્લભ સ્વામીની વંડી ઠેક્યા પછી જે દુર્ગતિ થઈ તેની વિગતો સમગ્ર શહેરમાં ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. શહેરના પોશ વિસ્તારમાં વિવાદાસ્પદ સંકુલની પાછળ આવેલા એક વૈભવી મકાનમાં ઘરધણી બહારગામ ગયા હતા તેવા સંજોગોમાં રાત્રે 1.45 કલાકે ‘ભાગ’વલ્લભ સ્વામી ક્યો ઉપદેશ આપવા ત્યાં ગયા એ એક યક્ષ પ્રશ્ર્ન બની રહ્યો હતો.
ત્યાગની ભાવના અને વલ્લભની આરાધના સંસાર છોડી ભગવા ધારણ કરનાર ‘ભાગ’વલ્લભ સ્વામીને શિર્ષાસન કરાવી, માફી પત્ર લખાવી મુક્ત કરાયા હતા
- Advertisement -
રાજકોટનાં પોશ વિસ્તારમાં આવેલાં એક સંકુલનાં કર્તા-હર્તાની કામલીલા કથા
આનો ઉત્તર ‘ભાગ’વલ્લભ સ્વામી અને તેમને નિમંત્રિત કરનાર એ ભાવુક મહિલા ભક્ત સિવાય કોઈ આપી શકે તેમ નથી. આખી શેરી ગાઢ નિંદ્રામાં પોઢી ગઈ હતી. સર્વત્ર સન્નાટાનું સામ્રાજ્ય સ્થાપિત થઈ ચૂક્યું હતું. છુટાછવાયા શ્ર્વાન કોઈક અગમના અણસાર પર થોડું ઘણું ભસીને પાછા શાંત થઈ જતા હતા અને ત્યારે જ અચાનક છ ફુટ ઊંચી વંડી પરથી ધબાંક કરતાં એક ભુસકાએ રાત્રિની શાંતિ ચીરી નાંખી. શ્ર્વાન ચોંક્યા, તેમણે આ અણધારા આગમનનો શક્ય તેટલો વધુ તાકાતથી વિરોધ દર્શાવ્યો અને તે સાથે જ શેરીના બે-ત્રણ ઈસમો પણ સફાળા જાગ્યા. વંડી ઠેકીને શેરીમાં ખાબકેલાં ‘ભાગ’વલ્લભ અચાનક દોડી આવેલાં માણસોથી સંતાવા એકશ્ર્વાસે થાંભલે ચઢવા ગયા પરંતુ હાથ લપસતાં પાછા ભોંય ભેગા પટકાયા. ભેગા થયેલાં એ માણસોએ જ્યારે તેમને દબોચ્યા તો પકડાયેલા ‘ભાગ’વલ્લભ ને જોઈને સૌની આંખો ફાટી ગઈ. રાત્રે 1.45ના સુમારે કોઈ ચોરની માફક ‘ભાગ’વલ્લભ સ્વામીને વંડી કુદવાની શું જરૂૂર પડી એ ત્યાં ભેગા થયેલા સૌને માટે અકળ હતું. ‘ભાગ’વલ્લભ સ્વામીજીની હાલત હવે કફોડી હતી. સામે ઉભેલાઓની આંખના પ્રશ્ર્નનો જવાબ આપવાની તેમનામાં કોઈ તાકાત રહી ન હતી અને આ પરિસ્થિતિ વકરવાની જ હતી કે સામેના એક મકાનમાંથી આછો પ્રકાશ રેલાવતું બારણું ખુલ્યું. એક સુંદર પરિણીતા રાત્રિ પરિધાન સાથે હાંફળી-ફાંફળી ત્યાં દોડી આવી અને ‘ભાગ’વલ્લભ સ્વામીને છોડાવવા કાકલુદી કરવા માંડી. તેની પાછળ એક મુગ્ધાનો પણ પડછાયો ત્યાં આવીને પહોંચ્યો હતો. શેરીમાં કોલાહલ વધે તે પહેલાં જ મહિલા સૌને તેણીના ઘરમાં દોરી ગઈ હતી, જ્યાં ઘરધણીની ગેરહાજરી ‘ભાગ’વલ્લભ સ્વામીને પકડનારા લોકો માટે નોંધપાત્ર બની રહી. ઘરના રાચરચીલા પર પડેલી ચીજવસ્તુઓ જોઈ એક તબક્કે સૌ ચોંકી ઉઠ્યા અને સાથે જ શરૂૂ થયો કાકલુદીનો દોર. એ મહિલા સૌને સજ્જડ નયને વિનવણી કરી રહી હતી. તેની આજીજી હતી કે જો આ વાત જાહેર થશે તો ભારે બદનામી સિવાય કાંઈ નહીં મળે. ‘ભાગ’વલ્લભ સ્વામી પણ સમાજમાં મ્હોં બતાવવાને લાયક નહીં રહે વગેરે વગેરે. હવે ‘ભાગ’વલ્લભ સ્વામી પણ તેમને પકડનારાના પગ પકડીને આખું પ્રકરણ દબાવી દેવા આજીજી કરી રહ્યા હતા. મહિલાની કફોડી હાલત જોઈને દયા આવતા ‘ભાગ’વલ્લભ સ્વામીને પકડનારાઓ સ્વામીને બોચીમાં ઝાલીને ઘરની બહાર નીકળી ગયા હતા. વિવાદાસ્પદ સંકુલના સમાહર્તા ‘ભાગ’વલ્લભ સ્વામી પાસે એક માફીપત્ર લખાવી આખો મામલો રફેદફે કરી દેવાયો હતો.
‘ભાગ’વલ્લભના ભક્તોએ પ્રશ્નો ઉઠાવ્યાં
સૌરાષ્ટ્ર સંત, શૂરાની ભૂમિ છે. અહીંના લોકોને સંતો, સ્વામીઓ પ્રત્યે અપરંપાર શ્રદ્ધા સમાયેલી છે પરંતુ પોતાની અંગત લાલસા સંતોષવામાં ભગવાધારીના રૂૂપમાં રહેલા કેટલાક સંતો, સ્વામીઓ અસંખ્ય ભક્તજનોની શ્રદ્ધા સાથે ખીલવાડ કરતાં ખચકાતાં નથી. રાજકોટમાં પણ આવું જ કંઈક બન્યું હતું. જે સંકુલમાં અનેક લોકોની શ્રદ્ધા સમાયેલી છે એ સંકુલના સમાહર્તા સમાન ‘ભાગ’વલ્લભ સ્વામી સંકુલની પ્રતિષ્ઠા દાવ પર લગાવી વંડી ઠેકી પડ્યા હતા. આજથી વર્ષો પહેલા રાજકોટના પોશ વિસ્તારમાં આવેલા વિવાદાસ્પદ સંકુલના ભગવાધારી ‘ભાગ’વલ્લભ સ્વામી સંકુલ નજીક જ મધરાત્રે વંડી ઠેકામણીદાવ કરતાં રંગેહાથ ઝડપાઈ ગયાની વાત ફરી એકવાર ચર્ચાની એરણે ચઢી છે. તે સમયે એક દૈનિકમાં પ્રકાશિત ‘ભાગ’વલ્લભ સ્વામીની કામલીલાનો કિસ્સો ફરી સોશિયલ મીડિયામાં તે દૈનિકની ડિજીટલ કોપી ફરતા પ્રકાશમાં આવ્યો છે. આ કિસ્સાને લઈ ‘ભાગ’વલ્લભ સ્વામી સામે વિવિધ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે, ‘ભાગ’વલ્લભ સ્વામીને એવી તો શું જરૂૂર પડી કે અધરાતે, મધરાતે છ ફૂટથી વધુ ઉંચાઈવાળી દિવાલ ફલાંગવા મજબૂર બનવું પડ્યું? સ્વામીના કાને એવો તો કોનો મીઠો મધુર અવાજ સાદ પડ્યો અને તેઓ કોઈપણની કાંઈપણ પરવાહ કર્યા વિના ઠેકાણીદાવ રમવા માટે કૂદી પડ્યા? વગેરે જેવા પ્રશ્નો ભક્તો ઉઠાવી રહ્યા છે. રાત્રિના 1.45ના ટકોરે સંકુલની દિવાલ ફલાંગીને પાછળની શેરીમાં વિચરતા કે ચોક્કસ સ્થળે જવાની પેરવી કરી રહેલાં ‘ભાગ’વલ્લભ સ્વામીની કઠણાઈ કહો કે છાપરે ચઢી…. ને જે ગણો તે વિસ્તારના જાગૃત પ્રહરીઓના હાથે વંડી ‘ઠેકામણીદાવ’ની લીલા ઉઘાડી પડી ગઈ હતી. દિવસ દરમિયાન અસંખ્ય લોકોને આર્શીવચન આપતાં ‘ભાગ’વલ્લભ સ્વામીને પોતે ન કરવાનું કરી બેઠાનો અહેસાસ થયો હોય તેમ સંસ્થાની અને પોતાની ઈજ્જત બચાવવા આજીજી, શિર્ષાસન કરીને ભોંભીતર થઈ ગયા હતા. રાત્રિના બાર વાગ્યા બાદ ઘુમતા રાતરાળિયાઓ કે નિશાચરોને પણ પોલીસ ઘરે મોકલી દેતી હોય છે. એવા મધરાત્રિના સમયે ‘ભાગ’વલ્લભ સ્વામીને એવી તો કઈ સમસ્યા સર્જાઈ હશે કે વંડી ઠેકવા માટે બેબશ કે વિહવળ બની ગયા હશે? શું ‘ભાગ’વલ્લભ સ્વામી પોતાના જ સંકુલ પાછળ આવેલી કોઈ જગ્યાએ મધરાત્રિના કોઈને આર્શીવચન આપવા ગયા હશે? અથવા તો દિવસે ન થઈ શકતું કાર્ય કરવા તૃષા જાગી હશે? મધરાતે ટહેલવાનું મન થયું હશે ને ગુપચુપ વંડી ઠેક્યા હશે? આ બધી વાત કે કોયડા તો ‘ભાગ’વલ્લભ સ્વામી જાણતા હશે, હવે તેમના ભક્તો પણ આ જાણવા માંગે છે.