ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અનેક જિલ્લાઓમાં મેઘરાજા ફરી પધારી ચૂક્યા છે. ત્યારે એકવાર ફરી હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતના AAPના કાર્યાલય પર પોલીસ રેડ પાડવા મામલે ઇસુદાન ગઢવીએ ટ્વિટ કરીને દાવો કર્યો હતો. જોકે, આ મુદ્દે પોલીસે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘આવી કોઇ રેડ પાડવામાં નથી આવી.’
- Advertisement -
केजरीवाल जी के अहमदाबाद पहुँचते ही आम आदमी पार्टी के अहमदाबाद ऑफ़िस पर गुजरात पुलिस की रेड। दो घंटे तलाशी लेकर चले गए। कुछ नहीं मिला। बोले फिर आयेंगे।
— Isudan Gadhvi (@isudan_gadhvi) September 11, 2022
- Advertisement -
પોલીસનું કહેવું છે કે, આવી કોઇ રેડ પાડવામાં નથી આવી. તમને જણાવી દઇએ કે, ઇસુદાન ગઢવીએ ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે, ‘કેજરીવાલજીના અમદાવાદ પહોંચતા જ ગુજરાત પોલીસે આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર દરોડા પાડ્યા. બે કલાક સુધી શોધખોળ હાથ ધરી. કંઈ મળ્યું નહીં. કહ્યું કે ફરી આવીશું.’
દિલ્હીમાં પણ કંઇ નથી મળ્યું અને ગુજરાતમાં પણ કંઇ ના મળ્યું: કેજરીવાલ
જોકે આ રેડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘દિલ્હી બાદ હવે ગુજરાતમાં પોલીસ રેડ પડી છે. દિલ્હીમાં પણ કંઇ ના મળ્યું અને ગુજરાતમાં પણ કંઇ નહીં મળે. અમે કટ્ટર દેશભક્ત લોકો છીએ.’
गुजरात की जनता से मिल रहे अपार समर्थन से भाजपा बुरी तरह बौखला गयी है। “आप” के पक्ष में गुजरात में आँधी चल रही है
दिल्ली के बाद अब गुजरात में भी रेड करनी शुरू कर दी। दिल्ली में कुछ नहीं मिला, गुजरात में भी कुछ नहीं मिला
हम कट्टर ईमानदार और देशभक्त लोग हैं https://t.co/GBu1ddoSIY
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 11, 2022
ગુજરાતની જનતા તરફથી મળી રહેલા સમર્થનથી ભાજપ હલબલી ઉઠ્યું: કેજરીવાલ
કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે, ‘ગુજરાતની જનતા તરફથી મળી રહેલા જંગી સમર્થનથી ભાજપ સંપૂર્ણ હચમચી ગયું છે. ગુજરાતમાં “આપ” ની તરફેણમાં વાવાઝોડું ફુંકાઈ રહ્યું છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ દરોડા પાડવા લાગ્યા છે. દિલ્હીમાં કશું મળ્યું નહીં, ગુજરાતમાં પણ કંઇ ન મળ્યું. અમે કટ્ટર ઇમાનદાર અને દેશભક્ત લોકો છીએ.’