ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2025 અન્વયે મોરબી જિલ્લાની આંગણવાડી અને બાલવાટિકામાં મળી કુલ 11,297 બાળકો શિક્ષિત બનવાની સફરના પ્રથમ પગથિયા પર કલશોર અને સ્મિત સાથે પગલા માંડશે અને અનેક ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ આ બાળકોની આંગળી પકડી બાળકોને બાલવાટીકા અને આંગણવાડીના પટાંગણમાં પ્રવેશ અપાવશે.
ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – 2025 અંતર્ગત સમગ્ર રાજ્યમાં 26 થી 28 જૂન દરમિયાન તમામ આંગણવાડી, બાલવાટિકા અને શાળાઓમાં નવા બાળકોને હોશે હોશે વધાવી તેમને શાળા, આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશ આપવા માટે ઉમંગ અને ઉત્સાહભેર વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અન્વયે આંગણવાડીમાં મોરબી તાલુકામાં 376 કુમાર અને 362 ક્ધયા મળી 728 બાળકો, માળીયા તાલુકામાં 68 કુમાર અને 59 ક્ધયા મળી કુલ 127 બાળકો, ટંકારા તાલુકામાં 178 કુમાર અને 172 ક્ધયા મળી કુલ 350 બાળકો, વાંકાનેર તાલુકામાં 482 કુમાર અને 447 ક્ધયા મળી 929 બાળકો અને હળવદ તાલુકામાં 271 કુમાર અને 289 ક્ધયા મળી 560 બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં 1375 કુમાર તેમજ 1329 ક્ધયા મળી કુલ 2694 બાળકો આંગણવાડીમાં પાપા પગલી પાડશે.
બાલવાટિકામાં મોરબી તાલુકામાં 1237 કુમાર અને 1225 ક્ધયા મળી 2462 બાળકો, માળીયા તાલુકામાં 308 કુમાર અને 278 ક્ધયા મળી કુલ 586 બાળકો, ટંકારા તાલુકામાં 394 કુમાર અને 366 ક્ધયા મળી કુલ 760 બાળકો, વાંકાનેર તાલુકામાં 1495 કુમાર અને 1511 ક્ધયા મળી 3006 બાળકો અને હળવદ તાલુકામાં 907 કુમાર અને 882 ક્ધયા મળી 1789 બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં 4341 કુમાર તેમજ 4262 ક્ધયા મળી કુલ 8603 બાળકો બાલવાટિકામાં પ્રવેશ મળી બાલવાટિકાના વાતાવરણને તેમની કાલી ઘેલી ભાષાથી વધુ રળિયામણી બનાવશે.