માણાવદરના આંબલીયા ઘેડ ખાતે પેશકદમીની કાર્યવાહી હાથ ધરાઇ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
માણાવદર તાલુકાના આંબલીયા ઘેડ ખાતે રસ્તા ઉપર ઢોર- ઢાંખરના છાણ અને ઉકરડાઓ સહિતની પેશકદમી કરવામાં આવતા પંચાયત દ્વારા 51 થી વધુ લોકોને નોટિસો આપવામાં આવી હતી.ત્યારે અમુક લોકોએ જાતે પેશકદમી હટાવવા માંડ્યા હતા ત્યારે જે લોકોએ ન હટાવતા આજરોજ આંબલીયા ગામના સરપંચ દક્ષાબેન વિજયભાઈ હાથલીયા તલાટી મંત્રી કુહાડીયા તેમજ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા પેશકદમી હટાવવામાં આવી હતી.
- Advertisement -
આંબલીયા ઘેડ ગામના મહિલા સરપંચ દક્ષાબેન હાથલિયા જણાવ્યું હતું કે કે અમુક લોકો દ્વારા ઉકરડાઓ સહિતની પેશકદમી હટાવી છે પરંતુ રસ્તા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડાઓ કરવામાં આવ્યા છે ત્યારે આ ખાડા પૂરવાની પણ નોટિસો આપવામાં આવી છે જો તેમ કરવામાં નહીં આવે તો પંચાયત દ્વારા આ ખાડા પૂરવામાં આવશે ઉપરાંત આગામી સમયમાં જે લોકોએ હજુ પેશ કદમી કરી છે તેઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આંબલીયા ઘેડ ગામના મહિલા સરપંચ દક્ષાબેન હાથલીયા રસ્તા ઉપર જાતે ફરીને ઉકરડા સહિતની હટાવી હતી ઉપરાંત હજુ જે અડચણરૂપ છે તેઓને પણ નોટિસ આપી હતી ત્યારે એક મહિલા સરપંચ દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે.



