ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
તા.5 જૂન 2024ના રોજ આર્યા એજયુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ગાંધીગ્રામ પોલીસ રાજકોટ શહેર ના સહયોગથી હરીપર પાડ ખાતે 501, એકનાથ રાનડે સ્કૂલ સરકારી સ્કૂલ 151 તથા 150 ફૂટ રિંગ રોડે આવેલ બાલાજી મંદિર પાસેના આવેલ પ્લોટમાં 600 સહિત પંખીઓને આશરો તેમજ યાત્રિકો છાયો મળી રહે તેવા આશયથી કુલ 30 જાતના રોપાઓનું વિતરણ કરવામાં આવેલ અને જામનગર રોડ ઉપર આવેલ લોકો કોલોનીના સ્પોર્ટ્સ ગ્રાઉંડ તેમજ વડાલીયા હનુમાન મંદિરના સ્થળે રેલ્વે અધિકારીઑ તેમજ વન વિભાગના અધિકારીઓના સહયોગથી 1008 રોપાઓનું વાવેતર એક જ દિવસમાં કરવામાં આવેલ હતું.
- Advertisement -
હાલમાં જોવા મળતી અતિશય ગરમીના પ્રકોપથી ત્રાહિમામ લોકોને પ્રકૃતિનું મહત્વ સમજાવવા માટે એક વ્યક્તિ ઓછા નામે એક છોડ તો વાવસે જ તેવી જુંબેશ સાથે અનેક શાળાઓમા તેમજ ગામડાઓમા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે આર્યા ટ્રસ્ટના પ્રમુખ ડો.ભાવના કક્ક્ડ છેલ્લા 03 માસથી જહેમત ઉઠાવેલ હતી, જેના પરિપાક રૂપે એક જ સપ્તાહમાં 1100 રોપાઓનું વાવેતર અને વિતરણ કરવામાં આવેલ હતું. આ રોપાવિતરણમાં આબાલ વૃદ્ધ, યુવાનો, બાળકો, મહિલાઑ સહિતનાઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. આ સપ્તાહ દરમિયાન રાજકોટ ટ્રેક્ર્સ ગ્રૂપના પ્રકૃતિપ્રેમી ગૌતમભાઈ પટેલ, જિતેન્દ્રભાઈ, સુરેશભાઈ, મિતેશભાઈ જોશી, દેવદતસિંહ , સતીશભાઈ કાચા, ડો.ચિરાગ ત્રિવેદી, ડો. વિણાબેન ત્રિવેદી, ડો.અશ્વિની, આર્યા ટ્રસ્ટના ટ્રસ્ટી મહેશભાઈ શુક્લ, રાજેન્દ્ર કુમાર તેમજ વૃક્ષોના વિતરણ અને વાવેતરમાં ટીમવર્ક સાથ સહકાર આપેલ હતો.