અરવલ્લી જીલ્લાની રાજકીય પ્રયોગશાળા ગણાતા બાયડ તાલુકાની બે તાલુકા પંચાયત બેઠક ચુંટણી પહેલાં જ ભાજપને ફાળે જતાં ભાજપ પક્ષના કાર્યકરો ગેલમાં આવી ગયા છે.
કોંગ્રેસ પક્ષના ઉમેદવારના ઉમેદવારી પત્રમાં સહી અને મેન્ડેટમાં નામમાં ભુલ હોવાને કારણે ભાજપ બાયડ તાલુકા પંચાયતની બોરોલ અને લીંબ બેઠક પર વિજયી. મેન્ડેટમાં ‘રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ’ ની જગ્યાએ ‘રાષ્ટ્રીય સમિતિ’ લખતાં કોંગ્રેસે ચુંટણી પહેલાં જ બે બેઠકો ગુમાવવી પડી. બાયડ તાલુકા પંચાયતની લીંબ બેઠક પર મંજુલાબેન અદેસિહ ચૌહાણ વિજયી થયા. બોરોલ તાલુકા પંચાયત બેઠક પર અરવિંદસિહ કેશાજી ઝાલા વિજયી થયા. બાયડ તાલુકા પંચાયતની 24 બેઠકોમાંથી ભાજપે ચૂંટણી પહેલાં બે બેઠક કબજે કરી વિજયના શ્રી ગણેશ કર્યા. આજરોજ ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસે ચુંટણી પહેલાં જ બે બેઠકો ગુમાવવી પડી.