દવાની અછત થતા દર્દીઓને હાલાકી: બહારથી લેવા મજબુર
13 કરતા વધુ દવા ઉપલબ્ધ ન હોવાના કારણે દર્દીને હાલાકી
- Advertisement -
બેવડી ઋતુના લીધે ફલૂ, શરદી, ઉધરસ સહિત રોગ વધ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ રાજ્ય સરકરે ગરીબ અને મધ્યમ સહીતના લોકો માટે કરોડો ના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કર્યું છે ત્યારે કયાંકને કયાંક હોસ્પિટલમાં વિવાદ ઉભા થતા જોવા મળે છે જેમાં સ્ટાફની અછત સાથે ગેર હાજર સ્ટાફની વાત હોઈ કે અથવા મેડિકલ સાધનો ની અછત તેની સાથે ડોકટર ની ઘટ જોવા મળેછે ત્યારે હાલ ની બેવડી ઋતુ ના કારણે ફલૂ ,શરદી, ઉધરસ સહીતની બીમારી જોવા મળી રહીછે એવા સમયે સિવિલ હોસ્પિટલમાં અમુક દવાનો જથ્થો ઉપલબ્ધ ના હોવાના કારણે દર્દી ની મુશ્કેલી વધી છે અને બહાર થી દવા લેવા મજબુર બન્યા છે.
- Advertisement -
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દવાની કૃત્રિમ અછત હોવાની ફરિયાદ હોસ્પિટલમાં આવતા દર્દી કરી રહ્યાછે જેમાં જથ્થો ખાલી હોય તેવી દવા ડી.એમ.આર સીરપ,સિલ્વર સ્લાફા, કેલમાઈનલોશન, સોફરામાયશીન, ડાયાસાયકલોમીન શિરપ, એમોકસીલન શિરપ, ડાયકલો જેલ, વેનેલા ફેલકસ, ઝોલપીડમ, નાઇટ્રોપાઈમ, ફનોબાઈઝમ, ઇટ્રોરકોનાજેલ, સિરોફાઇડ ડ્રોપસ સાથે ડી એમ.આર. શિરાપની ઉણપ વૃદ્ધો માટે વધુ વપરાતા આંખના ટીપા, અને દુખાવો માટેની ટ્યુબની ઉર્ણપ પેટના દુ:ખાવા માટે એન્ટી બાયોટિક વાય માટે તેમજ મગજની બીમારી માટેની 13 કરતા વધુ જરૂરી દવાઓનો જથ્થો ખાલી થતા દર્દીની મુશ્કેલી વધી છેે.
તાજેતરમાં જ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડમાં કચરાના ઢગ સાથે મેડિકલ વેસ્ટ નો યોગ્ય નિકાલ થતોના હોવાના દર્શ્યો સામે આવ્યા હતા અને મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકી દેવાથી દર્દીના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવું જોવા મળ્યું હતું રાજ્ય સરકાર દ્વારા અઘતન સિવિલ હોસ્પિટલનું નિર્માણ તો કર્યું પણ તેની સાથે જરૂરી મેડિકલ સાધનો અને ડોકટર અને સ્ટાફની અછતના લીધે ગરીબ દર્દીને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જાગૃત ધારાસભ્ય દવાનો જથ્થો ઉપલબ્ધ કરાવશે ?
જૂનાગઢ શહેરની હોસ્પિટલની જાગૃત ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા સરપ્રાઈઝ વિઝીટ કરી હોસ્પિટલ તંત્ર ને ખખડાવી નાખ્યું હતું અને ગેરહાજર સ્ટાફ સહીત હોસ્પિટલ માં થતી ગંદકી મુદ્દે હોસ્પિટલ તંત્રના અધિકારીને ઉઘાડા લીધા હતા ત્યારે હાલ દરિદ્રનારાયણ દર્દીને મળતી વિના મૂલ્ય સરકારી દવાનાની ઘટ છે ત્યારે દર્દી દ્વારા ધારાસભ્ય પાસે ઘટતી દવા મામલે આરોગ્ય મંત્રીને રજૂઆત કરીને દવાનો જથ્થો ઉપલબ્ધ કરાવે તેવી દર્દીઓમાંથી માંગ ઉઠી છે.