રાજકોટવાસીઓના ઉરમાં જન્માષ્ટમીના તહેવારનો આનંદ હજુ ઓસર્યો નથી. ત્યાં શહેરીજનો ગણેશોત્સવની તૈયારીમાં લાગી ગયા છે. ગણેશ ચતુર્થી નજીક આવતાની સાથે શહેરમાં ઠેર-ઠેર ગણપતિની મૂર્તિઓના સ્ટોલ જોવા મળી રહ્યા છે. શહેરમાં પાર્વતી પુત્ર ગણેશની નાનામાં નાનીથી માંડીને મોટા કદની પ્રતિમાઓ જોવા મળી રહી છે. તાજેતરના વર્ષોમાં ઘરે-ઘરે ગણપતિ સ્થાપનનું ચલણ હોવાથી દર વર્ષની માફ્ક આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશની નાની-નાની અને અલગ-અલગ પ્રકારની મૂર્તિઓ સવિશેષ જોવા મળી રહી છે. ઇકો ફ્રેન્ડલી સાથે-સાથે નાની અને નાજુક એવી બજેટ ફ્રેન્ડલી મૂર્તિઓનું પ્રમાણ પણ ઘણું વધ્યું છે. ગણેશ મહોત્સવને પગલે શહેરના જુદા-જુદા માર્ગો અને શેરી- ગલીઓમાં દુંદાળા દેવની નવા રુપરંગ સાથેની કલાત્મક મૂર્તિઓનું વેંચાણ થઇ રહ્યું છે. હાલ સોસાયટી મંડળો દ્વારા લંબોદરની મૂર્તિ પસંદગી કાર્યનો શુભારંભ થઇ ગયો છે. નગરજનો મંગલમૂર્તિ અને વિઘ્નહર્તા શ્રીગણેશના પૂજન-અર્ચનની ભાવપૂર્વક રાહ જોઇ રહ્યા છે
Follow US
Find US on Social Medias