શ્રાવણ માસ પૂર્ણ થતાં જ અનેક પર્વ અને તહેવારોની શરૂઆત થાય છે ત્યારે શ્રાવણ મહિના દરમિયાન ભગવાન ભોળાનાથને રીઝવવા અનેક ભક્તો શિવ મંદિરે પૂજા અર્ચના કરતા નજરે પડ્યા હતા તેવામાં હવે શ્રવણ મહિનો પૂર્ણ થતાં ગણપતિ ઉત્સવની તૈયારી શરૂ કરાઇ છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર ગણપતિ ભગવાનની પ્રતિમા વેચાણ થઈ રહી છે. ત્યારે પર્યાવરણને નુકશાન ન થાય તે માટે ગણપતિ ઉત્સવ નિમિત્તે ઇકોફ્રેનલી (માટી)ની પ્રતિમા થકી પણ ઉત્સવ ઉજવી શકાય છે પરંતુ એક બીજા કરતા વધુ સારું દર્શાવવાની ભાવનાને લીધે લોકો પી.ઓ.પીની પ્રતિમા ખરીદે છે.
ઉત્સવ બાદ આ તમામ પ્રતિમા પર્યાવરણને ખૂબ જ નુકશાન દાયક છે. જેથી ખાસ – ખબર દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે ગણપતિ ઉત્સવ ઉજવણી કરતા ભક્તોને ઈકોફ્રેનલી પ્રતિમાનો ઉપયોગ કરી પર્યાવરણનું જતન કરવું આપણા સૌની જવાબદારી છે.