નર્સિંગના અભ્યાસ આધારે બીમાર લોકોને દવા આપી ચેડાં કરતો હતો
SOGએ બારવણના શખસ સામે ગુનો નોંધી કરી ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ કુવાડવા
રાજકોટ સહિત ગુજરાતભરમાં બોગસ તબીબનો રાફડો ફાટ્યો છે ત્યારે કુવાડવા ગામમાં ક્લિનિક ચલાવતાં બોગસ તબીબને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે નર્સિંગની ડિગ્રી ધરાવતો બારવણ ગામનો શૈલેષ સાકરીયા ચાર માસથી તબીબ બની લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું જાણવા મળ્યું છે એસઓજીની ટીમે મેડીકલ દવા સહિત રૂ.30727નો મુદામાલ કબ્જે કર્યો હતો.
- Advertisement -
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ ભરત બસિયા સહિતની સૂચના અને માર્ગદર્શન હેઠળ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં બોગસ તબીબોને પકડવા એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એન.વી.હરિયાણી અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે કુવાડવા ગામમાં આવેલ જનઔષધી કેન્દ્રની સામે એક બોગસ ડોક્ટર ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે આ બાતમી આધારે સ્ટાફે દરોડો પાડી ક્લિનિકમાં હાજર શખ્સનું નામઠામ પૂછતા પોતે બારવણ ગામનો શૈલેષ ભગવાનજી સાકરીયા ઉ.34 હોવાનું જણાવ્યું હતુ તેની પૂછતાછ કરતાં તેની પાસે કોઈ મેડિકલ ડીગ્રી ન હોવાનું જણાવ્યું હતું અને નર્સિંગનો કોર્ષ કર્યા બાદ તે ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવતો હતો આરોપી છેલ્લા ચાર માસથી દવાખાનું ચલાવતો હોવાની કબૂલાત આપી હતી. એસઓજીની ટીમે ક્લિનિકમાંથી અલગ અલગ મેડિકલ દવાઓ, સાધનો અને રોકડ મળી કુલ રૂ.30727 નો મુદામાલ કબ્જે કરી કુવાડવા રોડ પોલીસ હવાલે કર્યો હતો.