ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ પંથકની યુવતિને તાંત્રિક વિધી કરી પૈસાનો વરસાદ થશે તેવી લાલચ આપી ભુવાએ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. રાજકોટ, ગોંડલ સહિતના શહેરોના ચાર શખ્સે મદદગારી કરી હતી. આ અંગે ફરિયાદ થતા કેશોદ પોલીસે મેંદરડા તાલુકાના ડેડકીયાળી ગામના ભુવા સહિત કુલ પાંચ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં સંડોવાયેલો ફેઝલ યુનુસ પરમાર, ગોંડલનો વિજય બાબુ વાઘેલા, નગીચાણાનો નારણ સોમાત, બોરખતરીયા અને મુખ્ય આરોપી ભુવો સાગર બગથરીયાની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત ભોગ બનનાર યુવતીએ કરેલી ફરિયાદના પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે આરોપીઓ રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
કેશોદ તાલુકાના મેસવાણમાં દુષ્કર્મ આચરનાર પાંચ આરોપીની ધરપકડ
