રાજકોટ શહેર પોલીસના લોકાભિમુખ અભિગમ અંતર્ગત શહેરના નાગરિકો દ્વારા કરવામાં આવેલી ફરીયાદો અન્વયે શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ કાર્યવાહીના ફળ સ્વરૂપે વિવિધ જણસો જેવી કે રોકડ, ઝવેરાત, વાહનો તથા મોબાઇલ ફોન કબ્જે કરીને નાગરીકોને પરત સોંપવા માટે અર્પણમ્ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આજે હેમુગઢવી હોલ ખાતે બપોરે 11:30 કલાકે યોજાઇ ગયો.
- Advertisement -
જેમાં શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના વડપણ હેઠળ આયોજીત લોકાભિમુખ અભિગમ સાથેના અર્પણમ્ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અતિથિ વિશેષ તરીકે ધારાસભ્યો ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા અને દર્શિતાબેન શાહે હાજરી આપી હતી.