બોલિવૂડ એક્ટર અરબાઝ ખાને તેની ગર્લફ્રેન્ડ અને મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કર્યા છે એવામાં અભિનેતાએ હાલ તેના લગ્નની કેટલીક નવી તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.
બૉલીવુડ એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાને રવિવારે મુંબઈના બાંદ્રામાં મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કર્યા છે. અરબાઝે તેની બહેન અર્પિતા ખાનના ઘરે લગ્ન કર્યા હતા અને હવે લગ્નની તસવીરો ધીમે ધીમે સામે આવી રહી છે અને અભિનેતાએ પોતે તેના લગ્નની તસવીરો શેર કરી છે જેમાં આખો ખાન પરિવાર જોવા મળી રહ્યો છે.
- Advertisement -
મલાઈકા અરોરા સાથેના અરબાઝ ખાનના 19 વર્ષ જૂના લગ્નજીવનના તૂટવાના સમાચારે તેમના ચાહકોને ચોંકાવી દીધા હતા. જો કે હવે મલાઈકા અને અરબાઝે જીવનમાં આગળ વધતા પોતાનો રસ્તો પસંદ કર્યો છે. આવી સ્થિતિમાં હવે છૂટાછેડાના 6 વર્ષ બાદ અરબાઝે તેની ગર્લફ્રેન્ડ શુરા ખાન સાથે લગ્ન કર્યા છે. તેમના નિકાહ સમારોહના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હવે અરબાઝે તેના નિકાહના ઘણા ફોટા પણ શેર કર્યા છે.
View this post on Instagram- Advertisement -
આ તસવીરોમાં અરબાઝ અને શુરા સાથે આખો ખાન પરિવાર સ્ટેજ પર બેઠો જોવા મળે છે. સાથે જ સામે બેઠેલા કાઝી નિકાહ કરાવી રહ્યા છે. ફોટામાં સલમાન ખાન, અલવીરા, સલીમ ખાન અને સલમા ખાન કાઝી અને કપલ સાથે જોવા મળે છે. અરબાઝે આ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું કે, ‘આ તું છે, આ હું છું અને આ આપણે.’
અરબાઝ અને શુરા ખાનની લવસ્ટોરીની વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેની મુલાકાત ફિલ્મ ‘પટલા શુક્લા’ ના સેટ પર થઈ હતી. અરબાઝે આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે, જ્યારે શુરા મેકઅપ આર્ટિસ્ટ તરીકે ફિલ્મ સાથે જોડાયેલી છે. આ ફિલ્મના સેટ પર બંને મિત્રો બન્યા અને મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. જો રિપોર્ટ્સનું માનીએ તો બંને ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા અને હવે આખરે બંનેએ નિકાહ કરી લીધા છે.