ઝાફર’સ ટીનાં ઉદ્દઘાટનમાં રમેશ રૂપાપરા, જયમિન ઠાકર, ખાસ-ખબરના M.D. પરેશ ડોડિયા તથા SP ગૌરવ જસાણી સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે
ડી.એચ. કોલેજવાળા ઝાફરની ચાનાં દીવાના માત્ર રાજકોટમાં જ નહીં, આખા ગુજરાતમાં!
- Advertisement -
કાંટો ચડી જાય તેવી ઝાફરની ચા હવે અયોધ્યા ચોકમાં પણ મળશે!
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં એકમાત્ર ઝાફરની આરાધના ટી શોપમાં તરોતાજા આદુ, ફુદીના, ઈલાયચી જેવા મસાલાઓ અમૂલ ગોલ્ડ દૂધમાં નાખી બનાવવા આવે છે અસલી અને અસરદાર ચા. જો ચાનો ઘૂંટડો ગળામાં ચોંટે તો જ માનવું કે આ જાફરના આરાધના ટી શોપની અસલી ચા હશે. આજથી ચારેક દસક અગાઉ શહેરના ડો. યાજ્ઞિક રોડ પર ડી એચ કોલેજ સામે ફૂટપાથ પર બેસી મૂળ ઉપલેટાના દિલાવરભાઈ અને જબારભાઈ જે ચા વેંચતા તે આગળ જતાં ઝાફરની ચા તરીકે ગામેગામ પ્રખ્યાત થઈ અને પછી તો ઝાફરની ચા નવા રંગરૂપમાં ડી એચ કોલેજ સામે આરાધના ટી શોપ નામથી ધમધમી રહી છે. રાજકોટના લોકો તો વર્ષોથી ઝાફરની ચાની ચૂસ્કી લઈ રહ્યા છે, આજના સમયમાં બહારગામથી આવતા લોકો પણ ઝાફરની આરાધના ટી શોપની અચૂક મુલાકાત લઈ ચા, કોફી, નાસ્તાની મજા માણે છે. હવે સમયની માંગ અને સૌની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડી એચ કોલેજની ઝાફર ચા એટલે કે ઝાફર ચાવાળાનું આરાધના ગ્રુપ લઈને આવ્યું છે – ઝાફર’સ ટી.

- Advertisement -
આરાધના ગ્રુપનું નવું સાહસ ઝાફર’સ ટીનો આવતીકાલે સાંજે આર.એચ. એન્ટરપ્રાઈઝ, વન વર્લ્ડ-બી, દુકાન નં. 6, અયોધ્યા ચોક, 150 ફુટ રિંગરોડ ખાતે શુભારંભ થશે. આ પ્રસંગે ભાજપ અગ્રણી રમેશભાઈ રૂપાપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, ખાસ-ખબર એમ.ડી. પરેશભાઈ ડોડિયા, એસપી ગૌરવ જસાણી સહિતના મહાનુભાવો ઉપરાંત મોટી સંખ્યામાં ચા પ્રેમીઓ ઉપસ્થિત રહેશે.
આરાધના ટીની જેમ ઝાફર’સ ટીમાં પણ મળશે ચા ઉપરાંત વિવિધ પીણા અને નાસ્તા
રાજકોટમાં ડી એચ કોલેજ પાસે આવેલા ઝાફર ચાવાળાના આરાધના ટીમાં ચા ઉપરાંત વિવિધ પીણા અને નાસ્તા મળે છે. એ જ પ્રકારે અયોઘ્યા ચોકમાં શરૂ થવા જઈ રહેલા આરાધના ગ્રુપના નવા સાહસ ઝાફર’સ ટીમાં ચા સિવાયના વિવિધ પીણા અને નાસ્તા મળશે. આ ગ્રુપ પોતાની ચા અને હવે તો ગરમાગરમ નાસ્તા માટે પણ પ્રખ્યાત થઈ ચૂક્યું છે.

ઝાફર ચાની સફર.. ફૂટપાથથી લઈ ફાઈવસ્ટાર ટી શોપ સુધીની…
1974માં ધર્મેન્દ્રસિંહજી કોલેજના દરવાજા બહાર એક નાનકડા ટેબલ પર દિલાવરભાઈ અને જબારભાઈ ચા વેચતા હતા. આ રીતે આરાધના ચાની સફર શરૂ થઈ. 2013 સુધીમાં આ ચા એટલી પ્રખ્યાત થઈ કે તેને રેડ એફએમ તરફથી ‘બેસ્ટ ચા’ એવોર્ડ પણ મળ્યો. અને ચાપ્રેમીઓની ચાહ બની ગઈ ઝાફરની ચા. આ અગાઉ 2001માં દિલાવરભાઈ અને જબારભાઈ જોડે ઝાફરભાઈ જોડાયા હતા. અને પછી ધર્મેન્દ્ર કોલેજ પાસે મળતી ચાને ઝાફરભાઈની ચા લોકો કહેવા લાગ્યા. આમ, ઝાફરની ચા એક બ્રાન્ડ નેમ બની ગયું. આજે પણ અહીં આવેલા આરાધના ટીને લોકો ઝાફરની ચા તરીકે જ બોલાવે-ઓળખે છે. વર્ષોના સંઘર્ષ, આયોજન, બચત અને હિંમતથી ઝાફરની ચા બનાવતા આરાધના ગ્રુપે 2018માં રૈયા રોડ પર તેમણે પોતાની નાની ચા – નાસ્તાની રેસ્ટોરન્ટ બનાવી. તેમને 2019માં બિગ એફએમએ ‘બેસ્ટ ચા’નો એવોર્ડ આપ્યો. માર્ચ 2023માં તેમણે વધુ એક રેસ્ટોરન્ટ ખોલ્યું. અને હવે ડિસેમ્બર 2023માં તેઓ ઝાફર’સ ટી લઈને આવ્યા છે. આ રીતે જોવા જઈએ તો 1974માં ધર્મેન્દ્રસિંહજી કોલેજના દરવાજા બહાર એક નાનકડા ટેબલ શરૂ થયેલી ઝાફર ચા આજે ચાર દસક બાદ અયોઘ્યા ચોકમાં ફાઈવ સ્ટાર કહી શકાય તેવા ટી શોપ સુધી પહોંચી ગઈ છે.
ઝાફર ચાવાળા આરાધના ગ્રુપની નવી બ્રાન્ડ ઝાફર’સ ટી થશે લોન્ચ
આરાધના ગ્રુપ માત્ર ચા, ખાંડ, દૂધમાં મસાલો નાખી લોકોને સામાન્ય ચા-કોફી પીવડાવવામાં જ માનતું નથી. ઝાફર ચાવાળા આરાધના ગ્રુપના સંચાલકો ચાની સંસ્કૃતિમાં ક્રાંતિ લાવવા ઈચ્છે છે. તેઓ ગ્રાહકોના સ્વાદ અને માંગને સંતોષવા હંમેશા તત્પર રહે છે. અને તેથી જ તેઓ વધુ એક નવું સાહસ ઝાફર’સ ટી શરૂ કરવા જઈ રહ્યા છે. આવતીકાલે સાંજે ઝાફર’સ ટીનો આર.એચ. એન્ટરપ્રાઈઝ, વન વર્લ્ડ-બી, દુકાન નં.6, અયોધ્યા ચોક, 150 ફુટ રિંગરોડ ખાતે શુભારંભ થશે.



