-આશિષ દેસાઈની કેરાલા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ભલામણ
સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂંક કરાઈ છે.
- Advertisement -
સુનિતા અગ્રવાલ અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ હતા. ગુજરાતના હાલના એક્ટિંગ ચીફ જસ્ટિસ આશિષ દેસાઈને કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા. સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂંકના આદેશ આદેશ અપાયા છે.
ગુજરાત હાઇકોર્ટમાં સુનિતા અગ્રવાલ ચીફ જજ બનાવવા ભલામણ
ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે કોલજિયમની સલાહ પર સુનિતા અગ્રવાલની ભલામણ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ધનંજય ચંદ્રચુડ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં સોનિયા ગોકાણી બાદ સુનિતા અગ્રવાલ બીજા મહિલા ચીફ જજ બને તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસના પદ પરથી સોનિયા ગોકાણી રિટાયર્ડ થયા બાદ ગુજરાત હાઇકોર્ટમાં સિનિયર જજ આશિષ. જે. દેસાઈ એક્ટિંગ ચીફ જજ તરીકે કાર્યરત હતા. જેમને કેરાલા હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બનાવાયા છે. સુનિતા અગ્રવાલ અલ્હાબાદ હાઇકોર્ટમાં 21 નવેમ્બર, 2011થી એટલે કે, 11 વર્ષ કરતા વધુ સમય જજ તરીકે રહી ચૂક્યા છે. તેઓ ત્યાંના સૌથી સિનિયર જજ છે.