રાજકોટ જિલ્લા ખાણ ખનીજ અધિકારી તરીકે પણ વાઢેરને વધારાનો ચાર્જ સોંપાયો
ખાસ-ખબર સંવાદદાતા
સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ સચિવાલય ગાંધીનગરના વંચાણ-(1) વાળી અધિસુચનાથી જે. એસ. વાઢેરની ભુસ્તરશાસ્ત્રી (વર્ગ-1) તરીકે જીલ્લા કચેરી મોરબી ખાતે નિમણુંક કરવામાં આવી છે. ત્યારે જે.એસ.વાઢેરને વંચાણ-(2)થી મદદનીશ ભુસ્તરશાસ્ત્રી (વર્ગ-2) તરીકે ફરજ મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે હવે જગદિશસિંહ વાઢેર મોરબી જિલ્લા ઉપરાંત રાજકોટ જિલ્લા ખાણ ખનીજ અધિકારી તરીકે પણ વધારાની કામગીરી સંભાળશે.
જે.એસ.વાઢેર મૂળ પાટણ જીલ્લાના સમી તાલુકાના વતની છે. તેઓ આ અગાઉ પણ ગીર સોમનાથ, અમરેલી, અને પોરબંદર જેવા સંવેદનશીલ જિલ્લામાં પોતાની ફરજ બજાવી ચૂક્યા છે. જે.એસ. વાઢેરે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદથી ભુસ્તરશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. તેમજ તેમણે ભુસ્તરશાસ્ત્રમાં ગોલ્ડ મેડલ પણ મેળવેલું છે.