કલેકટર પ્રભવ જોશી દ્વારા ઓર્ડરો ઈશ્યુ કરાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજયમાં ચોમાસાની ઋતુ દરમિયાન વાવાઝોડુ, પુર, અતિ ભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત અને તકેદારીના પગલા લેવા માટે રાજયના 33 જિલ્લાઓ અને 71 તાલુકાઓમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે. જે માટે તા.1/6થી તા.30/11 સુધીનું હંગામી મહેકમ મંજુર કરી દેવામાં આવેલ છે. રાજકોટ જિલ્લાના આ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરો માટે જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા 15 નાયબ મામલતદારોની નિમણુંક કરવામાં આવી છે.જેમાં મિનેષકુમાર ભાવસાર, સરફરાઝ મલેક, યોગેશકુમાર સોનપાલ, શુભમ ચાવડા, કિરીટસિંહ ઝાલા, હાર્દિક કોટક, મૌલીક ઉપાધ્યાય છગન કુકડીયા, મનસુખભાઈ સોરાણી, દિનેશ આચાર્ય, જયદીપસિંહ બારડ, શાહનવાઝ દેસાઈ, બાલકૃષ્ણ ગોંડલીયા, મહેશ કરંગીયા અને હરેશ ગોહેલની ઈમરજન્સી ઓપરેશન સેન્ટરોમાં નિમણુંક કરવામાં
આવી છે.