એપલનું લેટેસ્ટ સોફ્ટવેર iOS 16 આજે (12 સપ્ટેમ્બર) લોન્ચ કરવામાં આવી રહ્યું છે. જાણો ક્યાં ક્યાં iPhone મોડેલ્સને મળશે અપડેટ્સ.
એપલનું લેટેસ્ટ સોફ્ટવેર iOS 16 આજે (12 સપ્ટેમ્બર) લોન્ચ કરવામાં આવી રહ્યું છે. કંપનીના આ લેટેસ્ટ iOS વર્ઝન સાથે ફોનમાં અલગથી લોક સ્ક્રીન મળશે, જે ઘણા પર્સનલાઇઝ્ડ ફીચર્સ સાથે આવશે, અને તેમાં નવું વિજેટ પણ મળશે. જો તમે પણ આઇફોન યૂઝર છો, અને નવા અપડેટની રાહ જોઇ રહ્યા છો, તો આવો જાણીએ કે કયા આઇફોન મોડલને મળશે સપોર્ટ.
- Advertisement -
જૂના iPhone model
એપલનું નવું iOS 16 ઘણા જુના મોડેલમાં પણ ઉપલબ્ધ હશે. જેમાં આઇફોન XS, iPhone XS Max, iPhone XR, iPhone X, iPhone 8, iPhone 8 Plus, iPhone SE Gen 2, iPhone SE Gen 3નો સમાવેશ થાય છે.
iPhone 11 સિરીઝ
આ સીરીઝના iPhone 11, iPhone 11 Pro, iPhone 11 Pro Maxમાં નવું સોફ્ટવેર અપડેટ મળશે.
- Advertisement -
iPhone 12 સિરીઝ
iPhone 12, iPhone 12 mini, iPhone 12 Pro, iPhone 12 Pro Max માં પણ iOS 16નું અપડેટ મળશે.
iPhone 13 સિરીઝ
ગયા વર્ષે આવેલ એપલના મોબાઈલ iPhone 13, iPhone 13 mini, iPhone 13 Pro, iPhone 13 Pro Max માં iOS 16 અપડેટ મળશે.
iPhone 14 સિરીઝ
આ અઠવાડિયામાં લોન્ચ થયેલ iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max માં પણ નવું iOS આપવામાં આવશે એપલનું નવું સોફ્ટવેર iOS 16 અપડેટ કદાચ આ બધા ફોનમાં પહેલેથી જ અવેલેબેલ હોય શકે છે.