કોઈ પણ વસ્તુ બેક કરવા અથવા તો કોઈ બેટરને ફુલાવવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેના બીજા પણ ઘણા ફાયદા છે.
બેકિંગ સોડાનો ઉપયોગ ઘરમાં સામાન્ય રીતે ભોજન રાંધવા માટે કરવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે તેના અન્ય પણ ઘણા ફાયદા છે. જેના ઉપયોગથી ચહેરાને સુંદર બનાવી શકાય છે અને દાંતોને ચમકાવી પણ શકાય છે.
- Advertisement -
બેકિંગ સોડાના છે ઘણા ફાયદા
બેકિંગ સોડાને બેકિંગમાં લીવનિંગ એજન્ટના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં વિનેગર, લીંબુનો રસ અથવા છાશ જેવી એસીડિક વસ્તુઓ મિક્સ કરવામાં આવે છે તો તે કાર્બન ડાયોક્સાઈડ ગેસ છોડે છે. તેનાથી બેટર ફૂલી જાય છે. બેકિંગમાં તેનો ઉપયોગ કરવા ઉપરાંત બેકિંગ સોડાના ઘણા અન્ય ઘરગથ્થુ ઉપાયો પણ છે. આ એક પ્રાકૃતિક સફાઈ એજન્ટના રૂપમાં ઉપયોગ કરી શકાય છે.
શું છે બેકિંગ સોડાના બ્યૂટી બેનિફિટ્સ?
એક્સફોલિએશન
બેકિંગ સોડા દ્વારા એક્સોફોલિએશન પ્રોસેસને સરળતાથી કરી શકાય છે. સરળભાષામાં કહીએ તો તેના દ્વારા ડેડ સ્કિન સેલ્સને હટાવવા અને સ્કિનને નિખારવાનું કામ કરી શકાય છે.
- Advertisement -
બ્લેકહેડ્સ
બેકિંગ સોડાની દાણા જેવી બનાવટ પોર્સને ખોલવામાં અને સ્કિનના બ્લેકહેડ્સ હટાવવામાં મદદ કરે છે.
દાંત સાફ કરવામાં
બેકિંગ સોડા કોફી, ચા અને અન્ય પદાર્થોના કારણે દાંત પર આવેલી પીળાશને ખતમ કરી શકે છે.
ડિઓડર્ન્ટ
બેકિંગ સોડામાં રહેલું અલ્કલાઈન શરીરમાંથી આવતી દુર્ઘંધને બેઅસર કરવામાં મદદ કરી શકે છે. જેનાથી તે નેચરલ ડિઓડર્ન્ટનું કામ કરે છે.
ફૂટ સોક
બેકિંગ સોડાને ફૂટ સોકમાં મિક્સ કરવા પર તમને આરામ મળવા અને ફૂટ મુલાયમ બનવામાં મદદ મળી શકે છે. સાથે જ પગથી આવતી દુર્ગંધ પણ ખતમ થઈ શકે છે.
અહીં એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે બેકિંગ સોડાના ઘણા ફાયદા છે પરંતુ તેને ખૂબ જ ધ્યાનથી ઉપયોગમાં લેવું જોઈએ. જો વધારે તેનો ઉપયોગ કરવામાં આવે તો તેના નુકસાન પણ થઈ શકે છે.