આજે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જ્યારે રાજ્યભરમાં અત્યાર સુધી 45થી વધુ લોકોના મૃત્યું થયા છે. ત્યારે પાટણમાં 7 વર્ષીય બાળકની ચાંદીપુરા વાયરસથી હાલત ગંભીર છે.
ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે ચાંદીપુરાના કેસની સંખ્યા વધી રહી છે, જ્યારે રાજ્યભરમાં અત્યાર સુધી 45થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ચાંદીપુરાના કેસની વધતી સંખ્યાથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. હવે પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પહેલો કેસ નોંધાયો છે.
- Advertisement -
પાટણના સરસ્વતી તાલુકાના નાયતા ગામે ચાંદીપુરાનો પહેલો કેસ નોંધાયો છે. પ્રતીક ઠાકોર નામના 7 વર્ષીય બાળકની ચાંદીપુરા વાયરસથી હાલત ગંભીર છે. બાળકને પાટણની ધારપુર GMERS હોસ્પિટલ ખાતે વેન્ટિલેટર પર રખાયો છે. સરસ્વતી તાલુકાના નાયતા ગામના બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવતાં પાટણ જિલ્લા આરોગ્ય વિભાગે ગામમાં સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે.
માહિતી અનુસાર, રાજ્યમાં ચાંદીપુરાના સૌથી વધુ 15 કેસ પંચમહાલમાં જોવા મળ્યા છે. અગાઉ બુધવારે રાજકોટમાં એક સાથે 8 દર્દીઓમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. એક દિવસ અગાઉ ગોંડલના 3 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો, જેને કારણે પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. આ અસરગ્રસ્ત બાળકને રાજકોટની સિવિલમાં સારવાર હેઠળ લઇ જવામાં આવ્યો હતો.
રાજકોટમાં હાલ કુલ 8 દર્દીઓ ચાંદીપુરા વાયરસની સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે. જેમાંથી આ તમામ 8 દર્દીઓમાંથી 4 પોઝિટિવ તો 2 નેગેટિવ અને અન્ય 2 શંકાસ્પદ હોવાનું સિવિલ તંત્રએ જણાવ્યું હતું.
- Advertisement -