સૌરાષ્ટ્ર – ગુજરાતમાં ધમકીભર્યા મેઈલ મળવાનો સિલસિલો યથાવત્
બોમ્બ-ડોગ સ્ક્વોડ, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, એ ડિવિઝન પોલીસ દ્વારા સર્ચ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. 12:15 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ઓફિસને તુરંત ખાલી કરાવાઈ છે ધમકીને પગલે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, જઘૠ, એ ડિવિઝન પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડે દોડી જઈ તપાસ હાથ ધરી છે. દેશભરમાં કોર્ટ, સ્કૂલો, હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઇમેઇલ મળવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એકસાથે ધમકીભર્યા મેઈલ આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો રાજકોટ પાસપોર્ટ ઓફિસ અને હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા મેઈલ મળતા તુરંત સ્થાનિક પોલીસ, બોમ્બ સ્કવોડ, ડોગ સ્ક્વોડ, એસઓજી સહિતનો કાફલો દોડી ગયો હતો અને તુરંત સર્ચ હાથ ધર્યું હતું પરંતુ બપોર સુધી કઈ શંકાસ્પદ મળ્યું ન હતું રાજકોટ રિઝનલ પાસપોર્ટ ઓફિસ અને હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેઇલ મળતા ચકચાર મચી જવા પામી છે.
રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલ પાસપોર્ટ ઓફિસને ધમકીભર્યો ઇમેઇલ મળતા તુરંત 112માં જાણ કરતા કંટ્રોલ રૂમ મારફત એ ડિવિઝન પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચ, જઘૠ અને ચછઝ સહિતની ટિમો પણ દોડી ગઈ હતી અને તપાસ શરુ કરી હતી પરંતુ પ્રાથમિક તપાસમાં કઈ શંકાસ્પદ મળ્યું ન હતું. જો કે ધમકીભર્યા ઈ મેઈલ મળતા પાસપોર્ટ ઓફિસ અને હદ પોસ્ટ ઓફિસ ખાલી કરાવવામાં આવી હતી અહીં આવેલા અરજદારો, સ્ટાફ વગેરેમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને થોડીવાર માટે કામગીરી અટકાવી તમામ સ્ટાફને તેમજ અરજદારોને બહાર સહી સલામત ખસેડી કચેરી ખાલી કરાવવામાં આવી હતી.



