રાજકોટ નજીક આવેલું નાનકડું સોખડા ગામ બન્યું જમીન કૌભાંડનું હબ
વાઘા જીણા, માધા હમીર તથા ચના આંબાએ પણ સરપંચ-ઉપસરપંચ સાથે મળી કૌભાંડ રચ્યું
- Advertisement -
સોખડામાં જાણે જમીન કૌભાંડનો રાફડો ફાટ્યો છે. ગઈકાલે જ ખાસ-ખબરમાં રાજકોટ નજીક સોખડા ગામે 30 કરોડનું તોતિંગ જમીન કૌભાંડની વિગતો પ્રકાશિત કરવામાં આવી હતી. ભલા પીઠાની જમીનનાં સ્કેન્ડલ વિશે તો આપણે જાણ્યું, આ ઉપરાંત પણ અનેક કૌભાંડોએ અહીં આકાર લીધો છે. ભલા પીઠા ઉપરાંત વાઘા જીણા અને ચના આંબા નામનાં શખ્સોની જમીનની જગ્યા પણ બદલવામાં આવી છે. આ કૌભાંડમાં પણ સરપંચ વિજય રાઠોડ અને ઉપસરપંચ ભૂપત ઝાપડાએ જ ભૂંડી ભૂમિકા ભજવી છે. એક ખોબા જેવડા ગામમાં આટઆટલી ગેરરીતિઓ થઈ હોવા છતાં સોખડા ગ્રામ પંચાયત પર અને સરપંચ, ઉપસરપંચ પર પગલાં કેમ લેવાતાં નથી એ બધાં લોકોને અકળાવતો સવાલ છે. આ 11 એકર જમીન સર્વે નંબર 109માં ફાળવવામાં આવી છે અને તેની બજાર કિંમત 60 કરોડ રૂપિયા છે. વધુ
ભલા પીઠાનાં વારસદારો વિરૂદ્ધ અરજી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં!
ભલા પીઠાને ગેરકાયદે સોનાંના ટુકડાં જેવી જમીન ફાળવી દેવાઈ હોવા છતાં તેની વિરૂદ્ધ કોઈ જ કાર્યવાહી નથી થતી. ભલા પીઠાનાં વારસદારો કંકુબેન ભલાભાઈ સાગઠિયા, જયંતિભાઈ ભલાભાઈ સાગઠિયા, રતનબેન ભલાભાઈ સાગઠિયા, રઘુભાઈ ભલાભાઈ સાગઠિયા વિરૂદ્ધ પંચાયતમાં અરજી પણ કરવામાં આવી છે. પણ અહીં ઘરનાં ભુવા ને ઘરનાં ડાકલાં જેવું જ છે. સરપંચ-ઉપસરપંચ પોતે જ ફુટેલાં હોય ત્યાં પગલાં ક્યાંથી લેવાય? સરપંચ, ઉપસરપંચ તથા મંત્રીએ સાથે કાવતરું રચીને ગામ નમુના નંબર 2માં નોંધ પણ પાડવામાં આવી છે.
- Advertisement -
શું સોખડાનાં જમીન કૌભાંડની તપાસ વર્તમાન કલેકટર અરૂણ મહેશ બાબુ કરશે?ક્ષ ધમલપર ગામે મળવાપાત્ર સાંથણીની જમીન મોંઘાદાટ 150 ફૂટ રિંગ રોડ પર ફાળવી દેવાનું કારણ શું?
શું જિલ્લા કલેક્ટર સરપંચ અને ઉપસરપંચને સીધાદોર કરી શકશે ?
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ નજીક સોખડા ગામમાં આચરવામાં આવેલા જમીન કૌભાંડ અંગે ગઈકાલે ‘ખાસ-ખબર’માં વિશેષ અહેવાલ પ્રકાશિત થયો હતો. ત્યારબાદ પ્રજામાં એક જ પ્રશ્ર્ન પૂછાઈ રહ્યો છે: શું વર્તમાન કલેકટર અરૂણ મહેશ બાબુ આ પ્રકરણમાં કોઈ નક્કર પગલાં લેશે? શું તેઓ આ હુકમ રિવાઈઝ કરાવી શકશે?
કૌભાંડની વિગત એવી છે કે, રાજકોટ નજીક આવેલા સોખડા ગામનાં શખ્સ ભલા પીઠાએ ગામનાં સરપંચ વિજય વશરામ રાઠોડ અને ઉપસરપંચ ભૂપત વજાભાઈ ઝાપડાની ત્રિપૂટીએ મળીને એક અદ્ભુત કૌભાંડ રચ્યું છે. આ લોકોએ એવો જાદુ કર્યો કે ભલા પીઠાને સોખડાની પાછળ આવેલા ધમલપર પાસેની સસ્તી જમીન મળે તેમ હતી- તેની બદલે 150 ફૂટ રિંગ રોડ પર કિંમતી જગ્યા ફાળવી દીધી. આમ કરીને તેમણે લગભગ 30 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. કૌભાંડની વિગત એવી છે કે, રાજકોટ- સાત હનુમાન પાછળ આવેલા સોખડા ગામે રહેતાં કુલ આઠ શખ્સોને સાંથણીની જમીન ફાળવવાની થતી હતી. પરંતુ આ ફાળવાયેલી જમીનમાંથી ચમત્કારીક રીતે ભલા પીઠાનું નામ ગાયબ થઈ ગયું, બાકીનાં લોકોને ખરાબામાં સાંથણીની જમીન ફાળવાઈ ગઈ પરંતુ ભલા પીઠાને સરપંચ- ઉપસરપંચની મીલીભગતથી 150 ફૂટ રોડ પર કિંમતી ગણાય તેવી 30 કરોડ રૂપિયાની જમીન ફાળવી દેવામાં આવી. ગેરકાયદે ફાળવાયેલી આ જમીનમાં ગેરકાયદે પ્રોજેક્ટ પણ ઉભો થઈ ગયો છે. કોપર લોજિસ્ટિકસ પાર્ક નામે પ્લોટિંગ પણ થઈ ગયા છે. સોખડાનાં રેવન્યુ સરવે નંબર 109 પૈકી 12ની આ જમીનનાં ખરાબાનું પ્લોટિંગ કરીને વેંચાણ તો થયું છે પરંતુ હવે પ્લોટ ધારકો પણ છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે અને તેઓ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળે છે.