ફાયર એનઓસી આપવા 1.20 લાખ પડાવી લીધા બાદ 1.80 લાખ સ્વીકારતા પકડી લીધો
43 દિવસથી ઇન્ચાર્જ ઑફિસર તરીકે નોકરી પર હતો ભુજનો અનિલ મારુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગત 25 મેના રોજ રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ થયો હતો અને તેમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ અગ્નિકાંડ બાદ ગુજરાતમાં ફાયરની કામગીરી સામે અનેક સવાલો ઊઠ્યા હતા. આમ છતાં ફાયર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ પોતાનો ભ્રષ્ટાચારનો ધર્મ છોડતા ન હોય એ રીતે એક બાદ એક ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. ઝછઙ અગ્નિકાંડમાં આઇ. વી. ખેર હાલ જેલમાં છે છતાં બેશરમ ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુએ ફાયર એનઓસી આપવા માટે 3 લાખની લાંચ માગી હતી, જેનો બીજો હપતો 1.80 લાખ લેવા જતાં ઝડપાયો છે.રાજકોટ મહાનગરપાલિકાના ક્લાસ 1 ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બેચરભાઈ મારુને જામનગર અઈઇએ 1.80 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે.
જામનગર અઈઇ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી ફાયર સેફ્ટી ફિટિંગનું કામ કરે છે તેણે 3 લાખની લાંચ માંગી હતી જે પૈકી 1.20 લાખ એડવાંન્સ લઈ લીધા હતા બાકીના 1.80 લાખ માટે ચાર પાંચ દિવસનો સમય માંગવામાં આવતા સોમવારે પૈસા આપવાનું નક્કી થયું હતું પરંતુ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતાં જામનગર એસીબીનો સ્ટાફ રાજકોટ પહોંચ્યો હતો અને ફાયર ઓફિસરની કચેરી બહાર જ વોચ ગોઠવી હતી ફરિયાદીએ પૈસા આપ્યાનો ઈશારો કરતાં જ એસીબીનો સ્ટાફ પ્રગટ થઈ ગયો હતો અને અનિલ મારુની ધરપકડ કરી હતી આરોપીની ધરપકડ કર્યા બાદ તેના ઘરની પણ જડતી લેવામાં આવી હતી આજે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.