ખાસ-ખબર સંવાદદાતા
બોલીવુડ એક્ટર શાહિદ કપૂરનું સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગ લિસ્ટ ખૂબ જ લાંબુ છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વીડિયો શેર કરે છે. હવે શાહિદ કપૂરે પોતાની પત્ની મીરા રાજપૂતની સાથે એક વીડિયો શેર કર્યો છે. આની સાથે તેણે કહૃાું છે કે, તે મીરા રાજપૂતનો બીજો પ્રેમ છે.
- Advertisement -
શાહિદ કપૂરે શુક્રવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે અને પત્ની મીરા રાજપૂત એકબીજાથી દૂર દૂર બેસેલા નજરે પડી રહૃાા છે. મીરા રાજપૂત ફોનમાં વ્યસ્ત છે, તો શાહિદ કપૂર હસતા મોઢે લાઈંગ કિસ કરતો નજરે પડી રહૃાો છે. એક્ટરે સ્વીકાર્યુ કે તે તેની પત્નીનો બીજો પ્રેમ છે, કારણ કે તેનો પહેલો પ્રેમ ફોન છે.