સિવિલ બહાર 192 એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ સ્ટેન્ડબાય, ડ્રાઈવરોને એલર્ટ રહેવા સૂચના: મૃતદેહ માટે 100 કોફિન વડોદરામાં તૈયાર
6 લોકોના DNA મેચ થતાં પરિવારજનોને મૃતદેહ સોંપાશે
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને કલાકો વિતી ચૂક્યા છે. ધીમે ધીમે મૃતકોના ઉગઅ રિપોર્ટ આવવાની શરૂઆત થતા તેઓના પરિવારજનોને મૃતદેહ સોંપવાનું શરૂ કરાયું છે. પરિવારજનો તેમના સ્વજનના પાર્થિવ દેહને પોતાના વતનમાં લઈ જઈ શકે તે માટે વડોદરામાં કોફિન તૈયાર કરવામાં આવી રહ્યા છે. સિવિલ બહાર મૃતદેહ સોંપવાની કામગીરી ચાલી રહી છે. સાથે સિવિલ બહાર 192 એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ સ્ટેન્ડબાય રાખી અને ડ્રાઈવરોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
અમદાવાદ સિવિલમાં અત્યાર સુધીમાં 230 લોકોના ઉગઅ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે, જ્યારે 270ના પોસ્ટમોર્ટમ થઇ ચુક્યાં છે અને સ્વજનોની ઓળખ કરી 8 મૃતદેહોને પરિજનોને સોંપાયા છે. જેમાં પ્લેન દુર્ઘટનામાં હોસ્ટેલમાં રહેલા 4 ખઇઇજના વિદ્યાર્થીઓના મોત થયા હોવાની પુષ્ટી કરી છે. દિવંગત વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી આજે વહેલી સવારે અમદાવાદ પહોંચ્યા બાદ ગાંધીનગર ખાતે સ્થિત તેમના ઘરે રોકાયા છે.
બીજે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ માટે લાવવામાં આવેલી અતુલ્યમ હોસ્ટેલના પાછળના ભાગ ઉપર વિમાનની ટેલ અથડાઈ હતી. જે ટેલમાંથી આજે સવારે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ સાધનોની મદદથી પ્લેનનો કાટમાળ કાપી અને એક યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે જે એર હોસ્ટેસનો હોવાની શક્યતા છે. અમદાવાદ ફાયર બ્રિગેડનો એક કર્મચારી મહા મહેનતે અંદર સુધી ગયો હતો અને તેને સાધનોથી આગળનો ભાગ કાપ્યો હતો. ત્યારબાદ દોરડા વડે તેને બાંધી અને થોડો ખેંચવામાં આવ્યો હતો જે બાદ મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યો હતો. બિલ્ડીંગના ધાબા ઉપરથી મૃતદેહ કાઢવામાં આવ્યું હતું અને જેને એક કપડામાં બાંધી અને ત્યારબાદ તેને દોરડા વડે નીચે ઉતારવામો આવ્યો હતો.
12 જૂનના રોજ બપોરે 1.38 વાગ્યે 40થી 42 ડિગ્રીની ગરમી વચ્ચે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ નં-171 ટેક ઓફ થઈ હતી. ટેક ઓફ થયા બાદ 1.40 વાગ્યે મેઘાણીનગરના ઘોડાકેમ્પ ખાતે ઈંૠઙ કમ્પાઉન્ડ પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતાં પ્લેન ક્રેશ થઈ ગયું હતું, જેમાં સ્ક્રૂ-મેમ્બર્સ, પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ 242 મુસાફર હતા, 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ-મેમ્બર હતા. ફ્લાઇટમાં સવાર ક્રૂ- મેમ્બર અને પ્રવાસીઓ મળીને 241નાં મોત થયા છે. જ્યારે ડોકટર્સની હોસ્ટેલ અને આસપાસના વિસ્તારમાં હાજર રહેલા અન્ય લોકોના પણ મોત નિપજ્યા હતા.
- Advertisement -
અમદાવાદમાં તાજેતરમાં થયેલી દુ:ખદ પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના મૃતદેહોને તેમના નિવાસસ્થાને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલા હિલ મેમોરિયલ કમ્પાઉન્ડ ખાતે કોફિન બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે અમદાવાદથી સૂચનાઓ મળી છે અને ગુજરાત સરકારની સૂચનાઓ આધારે 100 નંગ કોફિન બોક્સ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવશે. જ્યાંથી આગળની કાર્યવાહી કરીને મૃતદેહોને તેમના વતન રવાના કરવામાં આવશે. આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનાર શોકગ્રસ્ત પરિવારજનોને મૃતદેહ સહીસલામત મળે તે સુનિશ્ર્ચિત કરવા આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યમાં નવીન રજવાડી અને તેમની મિત્રોની ટીમે રાત-દિવસ અથાક મહેનત કરીને કોફિન બોક્સ તૈયાર કર્યા છે.
જલ્દીથી પ્રક્રિયા પૂરી થાય તેવો પ્રયત્ન ચાલું: હર્ષ સંઘવી
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 36 ફોરેન્સિક એક્સપર્ટ 3 દિવસથી સતત કામ કરી રહ્યાં છે. નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીમાં પણ રાત દિવસ કામ ચાલુ છે. જલ્દીથી પ્રક્રિયા પૂરી થાય તેવો પ્રયત્ન ચાલુ છે.
મીડિયાકર્મીઓના સુપ્રિટેન્ડન્ટ ઑફિસ પાસે ધરણાં
પ્લેન દુર્ઘટનાનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેમજ સિવિલ હોસ્પિટલ તંત્રને સપોર્ટ કરી રહ્યા છે. જો કે, સિવિલ સુપ્રિટેન્ડન્ટ કોઈ સહકાર આપતી નથી. જેને પગલે મીડિયાકર્મીઓ ધરણાં કરવા માટે મજબૂર થયા છે. સિવિલ સુપ્રિટેન્ડન્ટ કોઈ માહિતી છુપાવી રહ્યા છે કે કેમ તે પણ મોટો સવાલ છે.
ઋષિકેશ પટેલની સિવિલ મુલાકાત બાદ બીજી બેઠક શરૂ
આજે સિવિલ હોસ્પિટલમાં યોજાયેલી પ્રથમ બેઠક બાદ, ઋષિકેશ પટેલ કોલ્ડ સ્ટોરેજ પહોંચ્યા હતા. તેમણે સ્થળની મુલાકાત લઈ વિગતો મેળવી હતી. આ મુલાકાત બાદ, તેઓ ફરી સિવિલ હોસ્પિટલમાં પરત ફર્યા હતા અને બીજી બેઠક શરૂ કરી હતી. તમામ મૃતદેહો કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે અને ઉગઅ ચકાસણી બાદ જ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે.