જાપાન તરફથી 75મી મિનિટે અને 83મી મિનિટે તાકુમા અસનોએ ગોલ કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
ફૂટબોલ વર્લ્ડ કપના ચોથા દિવસે જાપાને મોટો અપસેટ સર્જ્યો. તેણે બુધવારે (23 નવેમ્બર) ગ્રુપ-ઊમાં ચાર વખતની ચેમ્પિયન જર્મનીને 2-1થી હરાવ્યું હતું. આ વર્લ્ડ કપમાં બે દિવસમાં આ બીજો મોટો અપસેટ છે. આ પહેલા મંગળવારે સાઉદી અરેબિયાએ આર્જેન્ટિનાને 2-1થી હરાવ્યું હતું.
- Advertisement -
ચાર વખતની ચેમ્પિયન જર્મની મેચમાં પ્રથમ ગોલ કર્યા બાદ હારી ગઈ હતી. હાફ ટાઇમ સુધી તેની પાસે 1-0ની લીડ હતી. બીજા હાફમાં જાપાને રમતને સંપૂર્ણપણે ફેરવી નાખી. જાપાન તરફથી 75મી મિનિટે અને તાકુમા અસનોએ 83મી મિનિટે ગોલ કર્યા હતા. અગાઉ, એલ્કાઈ ગુંડોઆને 33મી મિનિટે પેનલ્ટી પર જર્મની માટે પહેલો ગોલ કર્યો હતો.
વર્લ્ડ કપમાં બે દિવસમાં એશિયાની બે ટીમોએ અપસેટ સર્જ્યો છે. મંગળવારે સાઉદી અરેબિયાએ આર્જેન્ટિના સામે 2-1થી જીત મેળવી હતી. તે મેચમાં પણ આર્જેન્ટિનાની ટીમ પહેલા હાફ સુધી 1-0થી આગળ હતી. બીજા હાફમાં સાઉદી અરેબિયાએ મેચને પલટી નાખી હતી. આ મેંચમાં પણ જાપાને બીજા હાફની મેચ પલટી નાખી છે.
જાપાન ફિફા વર્લ્ડકપમાં ભાગ લઈ રહ્યું છે. મેચ પુરી થયા બાદ આ જાપાની દર્શકોએ પોતાના અભિનયથી સૌના દિલ જીતી લીધા હતા. આ જાપાની દર્શકો મેચ બાદ સ્ટેડિયમની સફાઈ કરતા જોવા મળ્યા હતા. આવું જ કંઇક જાપાન અને જર્મની સામે જાપાનની શાનદાર જીત બાદ પણ જોવા મળ્યું હતું.