ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ જિલ્લાના પાંચ વિધાનસભાના મતવિસ્તારમાં અલગ-અલગ પાંચ એનિમલ હેલ્થ બુથ શરૂ કરવામાં આવ્યા છે. મતદાનના દિવસે આ એનિમલ હેલ્થ પર સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેશોદ વિધાનસભા બેઠકના પસવાડિયા બુથ પર પશુઓને વિવિધ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે. ગ્રામજનો દ્વારા પહેલા મતદાન કરી બાદમાં તેમના પશુઓને આ એનિમલ હેલ્થ બુથ પર સારવાર માટે લઈ આવવામાં આવ્યા આવી રહ્યા છે. ત્યાં પશુ ડોક્ટરો દ્વારા પશુઓને સારવાર આપવામાં આવી રહી છે.