રોડ સેફટીના નિયમો અનુસાર રોડ બનાવવાની તંત્રને રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.08
- Advertisement -
જૂનાગઢ જિલ્લા અને તાલુકા રસ્તા નવનીકરણ અભિયાન અર્તગત જૂનાગઢ – મેંદરડાના ચાલી રહેલા નવા રોડ નિર્માણમાં થઈ રહેલા લોટ પાણી અને લાકડા જેવા કામ થી અસંતુષ્ઠ થઈ આજ રોજ સ્થાનિક ગ્રામજનો ખડપીપરી ગામે એકત્ર થયા હતા અને જે રીતે રોડની કામગીરી ચાલી રહી છે. તે મુદ્દે સમગ્ર માહિતી સાથે ભ્રષ્ટચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો જેમાં ગૌરવભાઈ ધીનોજાએ વહીવટી તંત્ર ને અલગ અલગ સ્ટેપ પર અનેકવાર રજૂઆતો કરવામાં આવેલ પરંતુ વહીવટી તંત્ર દ્વારા એક પણ જાત ના પગલાં લેવામાં આવેલ નથી.
આજે ગૌરવભાઈ ધીનોજા અને અન્ય લોકો જૂનાગઢ-મેંદરડા રોડની કામગીરી વિષે સવાલો ઉભા કર્યા હતા અને જણાવ્યું હતું કે, એસ્ટીમેન્ટ વિરુદ્ધ થઈ રહેલા રોડનું કામ થઇ રહ્યું છે તેની સાથે રોડ આજુબાજુ આવેલ વૃક્ષો કટિંગ થતા નથી તેમજ નિયમો અનુસાર પાલન થતું નથી અને રોડ સેફટીના નિયમો અનુસાર રોડ બનાવવામાં આવે અને જે રોડ રૂ.14 કરોડ જેટલી અંદાજિત રકમ ફાળવવામાં આવી છે તે મુજબ કામ કરવામાં આવે અને રોડનું ઓડિટ થવું જોઈએ તેવી માંગ કરી હતી.
જયારે રોડ નું કામ નિયમ અનુસાર નહિ થતા અનેકવાર અકસ્માતો સર્જાય છે અને લોકો મોતને ભેટે છે ત્યારે રોડ કામમાં થતી ગેરરીતી બાબતે આજરોજ મેંદરડા રોડ પર આવેલ ખડપીપળી, સુખપુર અને નવાગામના સરપંચો તથા જાગૃતિ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને હાલ જે રોડનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે તે તાત્કાલિક શરુ કરવામાં આવે અને ચોમાસા પેહલા રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સાથે હાલ રોડ કામ સબબ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તે હટાવી લેવામાં તેવી માંગણી કરવામાં આવી હતી અને રોડ કામ બાબતે વહીવટી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.