શ્રમિકો પર કડકાઈ દેખાડવા કરતા ખનિજ માફીયાઓ પર કાર્યવાહી કરવા માંગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓ દ્વારા અનેક વખત અધિકારીઓ પર હુમલા અને દાદાગીરીના કિસ્સા સામે આવ્યા છે પરંતુ જેના સામે કહેવાતા જાંબાજ પ્રાંત અધિકારી દ્વારા સામાન્ય શ્રમિકોને માર મારવાના આક્ષેપથી ચકચાર મચી ગયો છે. જે બનાવની જાણવા મળતી વાગતો અનુસાર મૂળી તાલુકાના ધોળિયા ગામે ગત 29 જુલાઈના રોજ ચોટીલા પ્રાંત અધિકારી અને મૂળી મામલતદાર દ્વારા રાત્રીના સમયે ગેરકાયદેસર કોલસાની ખાણો પર દરોડા કર્યા હતા.
આ દરોડામાં સાત કોલસાની ખાણોમાંથી કામ કરતા ત્રીસથી વધુ શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ પ્રાંત અધિકારી દ્વારા શ્રમિકોને બહાર કાઢવાની સાથે જ પ્લાસ્ટિકની પાઇપ વડે માર માર્યો હોવાનું શ્રમિકો જણાવી રહ્યા છે જ્યારે શ્રમિકોને માર મારવા માટે પ્રાંત અધિકારી સહિત એક અન્ય કર્મચારી પણ સામેલ હતો. આશરે ચારથી પાંચ મજૂરોને માર મારી એક પરપ્રાંતીય ગર્ભવતી શ્રમિક મહિલાને પણ લાતોથી માર માર્યો હોવાનું ખુદ શ્રમિક મહિલા જણાવી રહી છે. ત્યારે પોતાને જાંબાઝ ગણાવતા પ્રાંત અધિકારી અને ટીમના કર્મચારી દ્વારા આ પ્રકારે મહિલાને લાતોથી માર મારવો અને તે પણ મહિલા જ્યારે ગર્ભવતી હોય તેવા સમયે આ કેટલું વ્યાજબી ગણી શકાય ? જોકે હાલ તો પ્રાંત અધિકારીના આ અણછાજતા વર્તન સામે માનવ અધિકારની કોઈ સંસ્થા આગળ આવી કાર્યવાહી કરે તેવી માંગ પણ કરાઈ છે પરંતુ જે પ્રકારે પ્રાંત અધિકારી અને તેઓની ટીમના કર્મચારી દ્વારા શ્રમિકોનસાથે વર્તન કર્યું છે તેની સામે મૂળી અને થાનગઢ પંથકમાં ચારે તરફ રોષ ફાટી નીકળ્યો છે.
- Advertisement -
પ્રાંત અધિકારી ખનિજ માફીયાઓ સામે દંડો ઉગામે તેવી ચર્ચા !
મૂળી તાલુકાના ધોળિયા ગામે પ્રાંત અધિકારી દ્વારા શ્રમિકોને માર મારવાના આક્ષેપ થયા છે અને આ પ્રકારની ચર્ચાઓ અગાઉ પણ ચાલી હતી પરંતુ જો આક્ષેપ સત્ય હોય તો ખરેખર પ્રાંત અધિકારી દ્વારા જે પ્રકારે શ્રમિકો સાથે દમન કર્યું તે પ્રકારે પોતાનો દંડો ખનિજ માફીયાઓ વિરુધ ઉઠાવે તો સાચું કહેવાય તેવી ચો તરફ ચર્ચાઓ થઈ રહી છે.
પ્રાંત અધિકારી સામે માનવ અધિકાર પંચ શ્રમિકોના વ્હારે આવશે?
ગુજરાતમાં મોટાભાગે પોલીસની દામનગીરીનો ભોગ બનેલા પીડિતોના પડખે હંમેશા માનવ અધિકાર પંચ ઊભું રહીને માર મારનાર પોલીસ કર્મચારી અથવા અધિકારી સામે લડત આપે છે ત્યારે પ્રાંત અધિકારી દ્વારા પોતે પરપ્રાંતીય શ્રમિકોને માર માર્યો હોવાના આક્ષેપ થતા હવે માનવ અધિકારી પંચ શ્રમિકોના પડખે ઊભું રહીને ન્યાય અપાવશે કે કેમ ? તેના પર સૌની મીટ મંડાયેલી છે.