તલાટી અને સરપંચના સહી સિક્કાવાળું વિગત ભર્યા વિનાનું ફોર્મ
સામે આવતા મામલો બહાર આવ્યો : મુખ્યમંત્રીને રજૂઆત
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ગોરીયાવડ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ગોરીયાવડ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા સરકારી જમીન હરાજી તથા ભરતુ કરી ખાનગી વ્યક્તિને પધરાવી દેવામાં આવનાર હોવાના અણસાર સાથે ભવિષ્યમાં જમીન ખાનગી વ્યક્તિને ન આપવામાં આવે તેવી રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે
મળતી માહિતી મુજબ ગોરીયાવડ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા ગ્રામ પંચાયત હસ્તકની સરકારી જમીન અને જુનુ આંગણવાડી કેન્દ્ર બિલ્ડીંગ ખાનગી વ્યક્તિને હરાજી મારફતે તથા ભરતુ કરી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાથી આ હરાજી અને ભરતુ કરવાની કાર્યવાહી રદ્દ કરવા માટે ગોરીયાવડ ગામના જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રામ પંચાયત પાસે આમ પણ સરકારી જગ્યા ઓછી છે ભવિષ્યમાં સરકારી બિલ્ડીંગ બનાવવાની થાય તો સરકારી જમીન ખૂટી પડે તેવા અણસાર હોવાથી આ હરાજી અને ભરતુ કરવાની કાર્યવાહી રદ્દ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને સરકારી જમીન પર તથા બંધ પડેલ જૂની આંગણવાડીમાં લાઇબ્રેરી શરૂ કરવામાં આવે તેવી પણ ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે મહત્વનું છે કે ગોરીયાવડ ગામના તલાટીના સહી સિક્કા કરેલ ભરતું કરવાની કાર્યવાહીનુ ફોર્મ જેમાં તલાટીની સહી, સિક્કા કરેલ ફોર્મ વિગત વિના માત્ર અરજદારનુ નામ જ લખવામાં આવ્યું છે જ્યારે આ ફોર્મમા ગ્રામજનની સહી કરવા માટે લઈ જવામાં આવ્યુ ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. નવાઈ પમાડે એવી વાત એ છે કે દિવસને દિવસે ગામોનો વિકાસ થઈ રહ્યા છે તેવામાં સરકારી જમીન ખાનગી વ્યક્તિને ફાળવી દેવાનો કારસો રચવામાં આવ્યો હોવાની રજૂઆત સામે આવતા ચકચાર મચી જવા પામી છે જ્યારે તલાટીની સહી અને સરપંચની સહી વાળું ફોર્મ વિગત ભર્યા વિના આપી દેતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.
ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવા માગ
- Advertisement -
ગોરીયાવડ ગ્રામ પંચાયત દ્વારા અત્યાર સુધી કોને કોને સરકારી જમીન ફાળવી દેવામાં આવી છે ? તેની તપાસ ઉચ્ચ અધિકારી દ્વારા કરવામાં આવે તો અનેક બાબતો સામે આવી શકે છે અને સરકારને થયેલ નુકસાન તથા જવાબદાર વ્યક્તિ ની પણ માહિતી સામે આવી શકે છે