ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.4
દેશભરમાં લોકસભાની બેઠકના પરિણામોની સાથે આંધ્રપ્રદેશ વિધાનસભાની 175 બેઠકોના પરિણામો પર મતગણતરી ચાલી રહી છે, ત્યારે હાલ મળતા અહેવાલો મુજબ એન.ચંદ્રબાબુ નાયડુની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી (TDP) 131 બેઠક પર આગળ ચાલી રહી છે. આ સાથે રાજ્યમાં ચંદ્રબાબુની પાર્ટી સત્તા પર આવવાની પુરેપુરી સંભાવના જોવા મળી રહી છે.
- Advertisement -
ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની ગઉઅ ગઠબંધન આંધ્ર પ્રદેશમાં કુલ 175 વિધાનસભા બેઠકોમાંથી 158 બેઠક પર આગળ વધીને પ્રારંભિક વલણોમાં બહુમતીનો આંકડો પાર કરી ગયો છે. ટીડીપી 131 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ સાત બેઠકો પર અને પવન કલ્યાણની જનસેના 20 બેઠકો પર આગળ છે. જ્યારે રાજ્યની સત્તાધારી પાર્ટી YSRCP માત્ર 17 બેઠકો પર આગળ ચાલી રહી છે. આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની 175 બેઠકો છે. સરકાર બનાવવા માટે 88 ધારાસભ્યોની જરૂર છે. રાજ્યમાં જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRCP)નું શાસન છે. ટીડીપી, જનસેના પાર્ટી (જેએસપી) અને ભાજપ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી વિરુદ્ધ ગઠબંધનમાં છે, જ્યારે બીજી બાજુ કોંગ્રેસ છે.