આણંદ રેલવે પોલીસે તપાસ હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
આણંદમાં વંદે ભારત ટ્રેન નીચે મહિલા આવી જતા તેનુ મોત નિપજ્યુ છે. જેમાં આણંદના ભાલેજ રેલવે ફાટક પાસે આ દુર્ઘટના બની હતી. તેમાં ટ્રેક ક્રોસ કરતી સમયે મહિલા ટ્રેનની અડફેટે આવી હતી. હાલ તો સમગ્ર મામલે આણંદ રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આણંદમાં વંદે ભારત ટ્રેન નીચે આવી જતા મહિલાનું મોત થયુ છે. તેમજ ભાલેજ રેલવે ફાટક પાસે ઘટના બની હતી. જેમાં ટ્રેક ક્રોસ કરી રહેલી મહિલા ટ્રેનની અડફેટે આવી હતી. આ અગાઉ, ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે વારંવાર ઢોર અથડામણથી થતી દુર્ઘટનાને લઈને હવે છઙઋએ ગામડાના સરપંચોને ચેતવણી આપી છે.
- Advertisement -
રેલવે સુરક્ષા દળે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગામડાના સરપંચોને નોટિસ મોકલવાનું શરુ કરી દીધું છે. તેમણે કહ્યું કે, તેઓ ટ્રેનના રૂટના રેલ પાટા પર પશુ ન જાય, તેની વ્યવસ્થા કરે. આરપીએફ અધિકારીઓએ કહ્યું કે, નોટિસમાં ચેતવણીમાં આપવામાં આવી છે કે, કોઈ પશુ માલિકની બેજવાબદારી જોવા મળી તો, તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.