મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા જયારે મેનહટનના ફોટાઓ મુકે છે ત્યારે એક યુઝર્સ તેમને પૂછે છે શું તમે NRI છોવ ત્યારે તેના જવાબમાં તેઓ લખે છે હું HRI છું.
વાયરલ ટ્વીટ
આનંદ મહિન્દ્રાને તો તમે જાણો જ છો, તેઓ ‘મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપ’ના ચેરમેન છે, જે સોશિયલ મીડિયા પર તેમની દરિયાદિલ અને રસપ્રદ ટ્વીટ્સ માટે પ્રખ્યાત છે. ત્યારે જ તેમનું એક ટ્વીટ આજકાલ ચર્ચાનો વિષય બની રહ્યું છે. હાલમાં જ આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર બે શાનદાર તસવીરો શેર કરી છે. તેમણે આ તસવીરો વિશે પણ જાણકારી આપી હતી, પરંતુ એક યૂઝરે તેમની રાષ્ટ્રીયતા વિશે સવાલ પૂછ્યો હતો, જે બાદ આનંદ મહિન્દ્રાએ એવો જવાબ આપ્યો હતો કે આ મામલો ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયો છે.
- Advertisement -
Manhattan 4th of July Skyline. (1/3) pic.twitter.com/USnmmULw4a
— anand mahindra (@anandmahindra) July 5, 2022
- Advertisement -
મેનહટનની તસવીરો કરી હતી શેર
આ ટ્વિટને મંગળવારે આનંદ મહિન્દ્રાએ શેર કર્યું છે. તેણે કેપ્શનમાં ઉલ્લેખ કર્યો હતો કે 4 જુલાઈએ મેનહટનનું આકાશ. વાસ્તવમાં આ ફોટા 4 જુલાઈના રોજ અમેરિકા (USA)માં થયેલા એક સમારોહના હતા. તેણે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં મેનહટનના આકાશમાં ફટાકડાની અદ્ભુત રોશની જોઇ શકાય છે!
Manhattan 4th of July Skyline. (1/3) pic.twitter.com/USnmmULw4a
— anand mahindra (@anandmahindra) July 5, 2022
શું તમે એનઆરઆઈ છો?
આ પોસ્ટ પરથી અનુમાન લગાવી શકાય છે કે આનંદ મહિન્દ્રા 4 જુલાઈના રોજ અમેરિકામાં હતા. આ દિવસને ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા’ના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યૂઝર્સે મહિન્દ્રાની આ પોસ્ટ જોઈ તો સેંકડો યૂઝર્સે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. પરંતુ તેમાંથી એક યુઝરે મહિન્દ્રાને પૂછ્યું કે શું તમે NRI (નોન-રેસિડેન્ટ ઇન્ડિયન) છો? NRI એટલે ભારતની બહાર રહેતી કોઈ પણ વ્યક્તિ, જે ભારતનો નાગરિક છે.
Just visiting family in New York. So am an HRI. Heart (always) resident in India….😊 https://t.co/ydzwTux9vr
— anand mahindra (@anandmahindra) July 5, 2022
આનંદ મહિન્દ્રાના જવાબે બધાનું દિલ જીતી લીધું
આનંદ મહિન્દ્રાએ યુઝરના સવાલનો જવાબ ખૂબ જ આશ્ચર્યજનક રીતે આપ્યો હતો. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું- બસ ન્યૂયોર્કમાં મારા પરિવારને મળવા આવ્યું છું એટલે હું એક એચઆરઆઈ (HRI) છું. Heart (always) residing in India. એટલે કે દિલ હંમેશા ભારતમાં જ રહે છે. તેના આ જવાબે યુઝર્સનું દિલ જીતી લીધું હતું.