આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસ છે અને પર્યાવરણ સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે 5 જૂને વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે રાજકોટની ઝનાના હોસ્પિટલમાં આવેલો વર્ષો જૂનો વડલો કે જે ઝનાના હોસ્પિટલમાં આવતાં દર્દીઓને ઠંડક સાથે છાંયડો આપે છે. વડલાની લટકતી વડવાઈ જોઈને અંદાજો લગાવી શકાય છે કે આ વડલો 80થી 90 વર્ષનો જૂનો હશે જ. હોસ્પિટલમાં શોભા વધારતો આ વડલો તમામ દર્દીઓને છાંયડો આપે છે એટલું જ નહીં વડની નીચે સુંદર મામા દેવનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે. ધોમધખતા તાપમાં હોસ્પિટલે આવતાં લોકો આ વડના છાંયાની નીચે બેસી ઠંડકની અનુભૂતિ મેળવે છે.
રાજકોટની ઝનાના હોસ્પિટલની શોભા વધારતો વર્ષો જૂનો વડલો

Follow US
Find US on Social Medias