આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટિની બેઠક 63 દરખાસ્ત અંગે થશે ચર્ચા
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના વોર્ડ નં. 12માં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવનાર છે. આ સ્પોર્ટસ સંકુલ 11,831.00 ચો.મી.ની જગ્યામાં અંદાજીત 22 કરોડના ખર્ચ નિર્માણ પામશે. આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટિની મિટીંગ બપોરે 12 કલાકે મળનાર છે. જેમાં કુલ 63 જેટલી દરખાસ્તો મુકવામાં આવશે.
- Advertisement -
આવતીકાલે રાજકોટ મનપામાં સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલની 63 દરખાસ્તો રજુ કરવામાં આવશે. આ પૈકી મહત્વની દરખાસ્તમાં વોર્ડ નં. 12માં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંકુલ નિર્માણ પામશે. જે માટે પાંચ એજન્સીઓએ ટેન્ડર ભર્યા હતા. જેમાંથી ચાર એજન્સીઓ ક્વોલીફાય થવા પામી છે. દરેક એજન્સી સાથે વાટાઘાટો કર્યા બાદ ગુરૂકૃપા ક્ધસ્ટ્રક્શન કંપની 12.80 ટકાઓથી કામ કરશે. આમ, કુલ ખર્ચ 22.33 કરોડનો થશે. આ સ્પોર્ટસ સંકુલ મવડી મેઇન રોડ પાસે 11831.00 ચો.મી. જગ્યામાં નિર્માણ પામશે. વધુમાં વોર્ડ નં. 11માં મોટા મવા સ્મશાન પાસેના કાલાવડ રોડ પરનો બ્રીજ વાઇડનીંગ (પાર્ટ-1) અને ભીમનગરની મોટા મવાને જોડતો બ્રીજ (પાર્ટ-2)ના કામ માટે કુલ રૂ. 9,63,00,000નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવ્યું છે. આ બ્રીજ કાલાવડ રોડ પર જડુસ રેસ્ટોરન્ટ પાસે આવેલા બ્રીજને બંન્ને બાજુ ફુટપાથ સહિત 8.30 મીટર જેટલી પહોળાઇ કરવાનું અને ભીમનગર પાસે 18.00 મીટર પહોળાઇમાં ભીમનગર અને મોટા મવાને જોડતા બ્રીજ બનાવવાના કામનું ટેન્ડર રૂ. 9,63,00,000નું હોય બિડર બેકબોન ક્ધસ્ટ્રક્શન પ્રાઇવેટ લીમીટેડના વાટાઘાટ બાદના 35.00 ટકા વધુ ભાવ આવતા એકંદરે રૂ. 13,00,05,000નું ખર્ચ થશે. આ ઉપરાંત શહેરમાં જન સહયોગ દ્વારા “ગો-ગ્રીન’ યોજના હેઠળ વૃક્ષારોપણની કામગીરી કરવા અંગેની ચર્ચા થશે તથા વોર્ડ નં. 13માં કૃષ્ણનગરની જુદી- જુદી શેરીઓમાં જનભાગીદારી યોજના હેઠળ સાઇડ સોલ્ડરમાં પેવીંગ બ્લોક ફિક્સીંગ કરવાના કામ માટે રૂ. 19,96,000નું એસ્ટીમેન્ટ આવતા એજન્સીના 7.00% ઓછા ભાવ આવતા એકંદરે હવે રૂ. 18,56,280ના ખર્ચ કામ કરવામાં આવશે. આમ આવતીકાલે મળનાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 63 જેટલી દરખાસ્તો અંગે ચર્ચા થશે.
સ્પોર્ટ્સ સંકુલની સુવિધાઓ
ઓપન ગ્રાઉન્ડ
– પાર્કિગની સુવિધા
– ટેનિસની રમત માટેના બે ટેનિશ કોર્ટ
– બાસ્કેટબોલની રમત માટેના એક બાસ્કેટબોલ કોર્ટ
– વોલી બોલની રમત માટેના એક વોલી બોલ કોર્ટ
– સ્કેટિંગ માટેની સ્કેટિંગ રિંગ
- Advertisement -
ગ્રાઉન્ડ ફ્લોર
– કોમન એડમિનિસ્ટ્રેશન એરિયા ક્ષ વેટિંગ એરિયા
– 1200 લોકો બેસી શકવાની ક્ષમતાવાળું ઇન્ડડોર સ્ટેડિયમ
– પ્લે ગ્રાઉન્ડ એરિયા (44 મી ડ્ઢ 34 મી) જેમાં બેડમિંટન રમત માટે 6 કોર્ટ અને એક મલ્ટી ગેમ કોર્ટ
– સ્કવોશ રમત માટેનો હોલ (26 મી. ડ્ઢ 8 મી.) જેમાં બે સ્કવોશ કોર્ટ
– ટેબિલ ટેનિસ માટેનો હોલ (26 મી. ડ્ઢ 8 મી.) જેમાં 6 ટેબલ ટેનિસ
– 10 મી. અટચેરી રમત માટે મહિલા અને પુરૂષના અલગ એક- એક હોલ (18 મી. ડ્ઢ 8 મી.)
પ્રથમ માળ
– જીમ માટે મહિલા અને પુરૂષના અલગ એક- એક હોલ (21 મી. ડ્ઢ 8 મી.)
– યોગા માટે મહિલા અને પુરૂષના અલગ એક- એક હોલ (20 મી. ડ્ઢ 8 મી.)
– શૂટિંગ રેંજ રમત માટે મહિલા અને પુરૂષના અલગ એક- એક હોલ (28 મી. ડ્ઢ 8 મી.)
– ચેસ- કેરમ જેવી રમત માટે મહિલા અને પુરૂષના અલગ એક-એક હોલ (14 મી. ડ્ઢ 8 મી.)