ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની કરાટે અને વુશુ રમતની આંતર કોલેજ સ્પર્ધા ડો સુભાષ યુનિવર્સીટીમાં આયોજન કરેલ જેમાં મુખ્ય મહેમાન તરિકે ડો.સુભાષ યુનિવર્સીટીનાં ચેરમેન રાજભાઈ ચાવડા, પ્રોવોસ્ટ ડો.દીપક પટેલસર, રજિસ્ટ્રાર ડો.જીજ્ઞેશ પટેલ, ડો. સુભાષ યુનિવર્સીટીનાં સ્પોર્ટસ ડાયરેક્ટર ડો.જીજ્ઞેશ સઠીયા, ફિઝિકલ એજ્યુકેશનનાં પ્રોફેસર તેમજ તમામ કોલેજના પ્રિન્સીપાલશ્રીઓ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહેલ.
- Advertisement -
આ સ્પર્ધામાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની વિવિધ કોલેજ માંથી કરાટે રમતમાં 25 ભાઈઓ અને 45 બહેનોએ ભાગ લીધેલ અને વુશુ રમતમાં 30 ભાઇઓ અને 20 બહેનોએ ભાગ લીધેલ આમ કુલ 120 ખેલાડીઓ એ ભાગ લીધેલ હતો. સાથે વિજેતા ખેલાડીઓને મેડલ આપીને સન્માનિત કરેલ.