મજેવડી દરવાજા પાસે દરગાહ સાથે અન્ય ધર્મ સ્થાનો હટાવ્યા
બાકી રહેલાં ગેરકાયદેસર દબાણો દૂર થશે: કમિશનર
- Advertisement -
અનુકૂળ સમયે ચુસ્ત બંદોબસ્ત સાથે હજુ દબાણો હટાવાશે: મનપા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ શહેરમાં સરકારી જમીનો પર થયેલ ગેર કાયદેસર દબાણોને નોટીશ આપ્યા બાદ મહાનગર પાલીકા દ્વારા ત્રણ ધર્મસ્થાનોને હટાવી મેગા ડીમોલેશન પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં મજેવડી દરવાજા પાસે આવેલ એક દરગાહ સહીત તળાવ દરવાજા પાસે આવેલ જલારામ મંદિર અને રેલવે સ્ટેશન રોડ પર આવેલ એક ધાર્મિક સ્થાનને શનીવારે રાત્રીના ત્રણ કલાક કામગીરી કરીને દબાણો હટાવીને સરકારી જમીન ખુલ્લી કરવાની કામગીરી કરવામાં મહાનગર પાલીકા સાથે પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડીમોલેશન કરાયું હતું.
- Advertisement -
જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા મુદ્દે મહાનગર પાલિકા કમિશનર ડો.ઓમ પ્રકાશે ખાસ ખબર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જે સરકારી જમીન પર ગેર કાયદેસર દબાણો થયેલ તેને નોટીશ પાઠવામાં છે તેવા દબાણો પણ હટાવામાં આવશે જેમાં મનપા તંત્રની અનુકૂળતા અને પોલીસ તંત્ર સાથે રાખીને બાકી રહી ગયેલ દબાણો પણ દૂર કરવામાં આવશે હાલતો વિકાસ કાર્યોને પણ પ્રાધાન્ય અપાઈ રહ્યું છે જયારે જયારે સમય અનુકૂળ હશે તે રીતે બાકી રહેલ ગેરકાયદેસર દબાણો પણ હટાવાની કામીગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મજેવડી ગેઇટ પાસે આવેલ દરગાહને 2023 જૂન મહિનામાં નોટીસ લગાવ્યા બાદ પોલીસ તંત્ર સાથે ઘર્ષણ કરીને પોલીસ ચોકી તેમજ વાહનો સહિત પોલીસ અધિકારી પર હુમલો યો હતો. ત્યાર બાદ ફરી મનપા તંત્ર અને પોલીસ કાફલા સાથે શનિવારની રાત્રે કોઇને જાણ થયા વગર ગુપ્ત રાહે તંત્ર દ્વારા 3 ધર્મ સ્થાનો પર બુલડોઝર ફેરવી દીધુ હતુ. જેમાં મોડી રાત્રે બે વાગ્યા આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ કાફલો મજેવડી દરવાજે પહોંચીને સરકારી જમીન પર ગેરકાયદેસર થયેલ દબાણ હટાવાયુ હતુ. તેની સાથે રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ એક ધાર્મિક સ્થાન અને તળાવ દરવાજા પાસે આવેલ જલારામ મંદિરને પણ તોડી પાડવામાં આવ્યુ હતુ. આમ એક જ રાતમાં 3 દબાણો હટાવીને મેગા ડિમોલીશન કરાયું હતુ.
મજેવડી ગેઇટ પાસે આઠ મહિના પહેલા પોલીસ સાથે ઘર્ષણ થયુ હતુ. ત્યાર બાદ પોલીસે ટોળાઓ સામે ગુનો નોંધી કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, શનિવારની રાત્રે ગુપ્ત રાહે મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા કોઇને જાણ ન થાય તે રીતે સમગ્ર મેગા ડિમોલીશનનું ઓપરેશન પાર પાડયુ હતુ. માત્ર 3 કલાકમાં 3 સ્થાનોને હટાવીને જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
જો કે, હજુ શહેરમાં અનેક ધર્મ સ્થાનોને નોટીસ આપવામાં આવી છે ત્યારે શહેરની હજુ અનેક સરકારી જમીન પર થયેલા દબાણો મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવશે તે વાતને લઇને કમિશ્ર્નરે ખાસખબર સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ અને સમય અનુકુળતા મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ કહ્યુ હતુ.