ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી વરસાદ નહીં થતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. એવા સમયે ગઇકાલ મેંદરડા તાલુકાનાં નતાડીયા સહિત આસપાસના જંગલ વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો. તેમજ આસપાસના ગામોમાં મઘ્યમથી હળવા વરસાદના ઝાપટા પડતા ખેડૂતોમાં ખેશુ જોવા મળી હતી અને લાંબા વિરામ બાદ વરસાદી માહોલ સાથે એક ઇંચ જેટલો વરસાદ પડતા ખેતી પાકને ફાયદો જોવા મળ્યો હતો. હાલ તો છેલ્લા ઓગસ્ટ મહિનામાં વરસાદ ન થવાના કારણે ખેડૂતોની મુંઝવણ વધી છે. હજુ આગામી દિવસોમાં વરસાદ નહીં થાય તો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે.
મેંદરડાના નતાડીયા ગામ સહિત જંગલ વિસ્તારમાં એક ઇંચ વરસાદ
