ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર તેમજ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ અને જિલ્લા વહિવટી તંત્રની સુચના તેમજ ખેતી પશુપાલન સહકાર અને સિંચાયના અધ્યક્ષ આરતીબેન જાવીયાના માર્ગદર્શનમાં વર્લ્ડ પ્રાણી દિવસની ઉજવણી વંથલી તાલુકાના ઘુડવદર ગામે અને ભેસાણ તાલુકાના પરબવાવડી ગામે પશુ આરોગ્ય મેળાનુ આયોજન કરવામાં આવ્યું હતુ.જેમા કુલ 169 પશુપાલકોના 383 પશુઓને બીમારી સબબ સારવાર, જાતીય આરોગ્ય, કૃમિનાશક દવાઓ, ખસીકરણ,કૃત્રીમ બિજદાન, ઓપરેશન અને રસીકરણ સહિતની સારવાર આપવામાં આવેલ.