વ્યાજખોરોના ત્રાસથી ધોળકિયા પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો: જેમાં માતા-પુત્ર બાદ પિતાનું મોત
યુવરાજસિંહ ઝાલા અને મહેબૂબશા હજુ પોલીસ પકડથી દૂર: આપઘાતની ફરજ અંગેની કલમનો ઉમેરો કરવા તજવીજ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહેતા અને સામૂહિક આપઘાત કરનાર ધોળકિયા પરિવાર કેસના આરોપી સંજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. ફરી એક વખત વ્યાજખોરોના ત્રાસથી એક પરિવાર વેરવિખેર થઈ ગયો છે. રાજકોટમાં વ્યાજખોરીનું દૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે યુનિવર્સિટી રોડ પર આવેલી મિલાપ સોસાયટીના એક જ પરિવારના 3 લોકોએ એક સાથે ઝેરી દવા પી લેતા અરેરાટી મચી ગઈ હતી. હાલ વ્યાજખોર સંજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલા સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને હાલ ઝડપી લેવામાં આવ્યો છે.
વ્યાજખોરોના ત્રાસથી ગરીબ પરિવારનું જીવન જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે. તેવામાં યુનિવર્સિટી રોડ પર મિલાપનગર-2માં રહેતા અને ઢેબર રોડ પર ધોળકીયા ઝેરોક્સ નામે વ્યવસાય કરતા કીર્તિભાઈ હરકિશનભાઈ ધોળકીયા (ઉ.વ.47), તેમના પત્ની મધુબેન (ઉ.વ.42), તેમના પુત્ર ધવલે (ઉ.વ.24) શનિવારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ધવલ અને તેના માતા માધુરીબેનનું મોત નિપજ્યું હતું. જયારે આજે સારવાર લઇ રહેલા કીર્તિભાઇ ધોળકિયાનું અવસાન થતાં ચકચાર મચી છે. સમગ્ર બનાવમાં 4 વ્યાજખોર આરોપી સંજયરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા, મહેબૂબશા, ધવલ પપ્પુ મુંધવા ઝેરોક્સના વેપારી કીર્તિભાઈ ધોળકીયાને દુકાન લખાવી લેવાની ધમકી આપતા અને પુત્રનું અપહરણ કરી જવાનું કહી ડરાવી નાણાંની ઉઘરાણી કરતા હતા.
ધવલ ધોળકિયાના પિતા પિતાએ ધંધાના કામે લક્ષ્મીવાડીના સંજયરાજસિંહ ઝાલા પાસેથી રૂ.10 લાખ, સાડીની દુકાન ધરાવતા યુવરાજસિંહ ઝાલા પાસેથી રૂ.50 હજાર અને ત્રિકોણબાગ પાસે બેઠક ધરાવતા મહેબૂબશા પાસેથી રૂ.8 લાખ અને ધવલ મુંધવા પાસેથી પણ અમુક રકમ વ્યાજે લીધી હતી.જેનું સમયસર વ્યાજ સાથેની રકમ ચૂકવી છતાં ચારેય સતત પિતા પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા પોતાની દુકાન લખાવી લેવાની ફોન પર ધમકીઓ આપતા ત્રાસથી કંટાળીને સામૂહિક આપઘાત કરવાનું પગલું ભર્યું હતું.