વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર પાકિસ્તાનનું લાહોર
ખાસ-ખબર સંવાદદાતા
હવાનું પ્રદુષણ એટલું વધી ગયું છે કે શહેરો પણ ધુંધળા દેખાવા લાગ્યા છે.વાહનોના ધુમાડા,ફેકટરીઓ માંથી નીકળતા કેમિકલયુક્ત વાયુઓ વગેરેને કારણે હવાનું પ્રદુષણ દિવસે ને દિવસે વધતું જાય છે.એક રીપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે.જેમાં વિશ્વના 20 શહેરોમાં ફક્ત ભારતના 15 શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશના વાતાવરણમાં શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે.
- Advertisement -
ગયા વર્ષે દેશના ઘણા શહેરોની હવા અત્યંત ઝેરી રહી છે અને આ જ કારણ છે કે વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 15 ભારતના છે. જો કે ગયા વર્ષની સરખામણીમાં નબળી હવાની ગુણવત્તાવાળા દેશોની યાદીમાં ભારત ત્રણ સ્થાન સુધર્યું છે. જ્યારે ચાડ, ઇરાક, પાકિસ્તાન, બહેરીન અને બાંગ્લાદેશ વિશ્વના સૌથી પ્રદૂષિત દેશો છે. અને ભારત 8મા સ્થાને છે. સ્વિસ એર ક્વોલિટી ટેક્નોલોજી કંપની ઈંચઅશિ એ વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે.જેમાં જણાવવામાં આવ્યું છે કે ટોપ 50 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 38 ભારતના છે.
વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર પાકિસ્તાનનું લાહોર છે. આ પછી બીજા નંબર પર ચીનનું હોટન શહેર છે. જ્યારે ત્રીજા નંબર પર ભારતનું ભિવંડી શહેર છે. જ્યારે ચોથા નંબરે દિલ્હી, પાંચમા નંબરે પાકિસ્તાનનું પેશાવર શહેર, છઠ્ઠા નંબર પર ભારતનું દરભંગા, સાતમા નંબરે ભારતનું આસોપુર શહેર, આઠમા નંબરે ચાડનું નજમેના શહેર, નવમા નંબરે ભારતનું નવી દિલ્હી શહેર છે.જ્યાં ભારતનું પટના શહેર 10માં નંબર પર છે, જ્યારે ભારતનું ગાઝિયાબાદ શહેર 11માં નંબર પર છે.
જ્યારે 12માં નંબરે ભારતનું ધરુહેરા, 13માં નંબરે ઈરાકનું બગદાદ, 14માં નંબરે ભારતનું છપરા, 15માં નંબરે ભારતનું મુઝફ્ફરનગર, 16માં નંબરે ભારતનું ફૈસલાબાદ, 17માં નંબરે ભારતનું ગ્રેટર નોઈડા, 18માં નંબરે ભારતનું બહાદુરગઢ, 18માં નંબરે ભારતનું મુઝફ્ફરનગર. નંબર પર ફરીદાબાદ અને 20માં નંબર પર ભારતનું મુઝફ્ફરપુર શહેર.
- Advertisement -