ગૃહમંત્રીએ લોકસભા કાર્યાલયને પત્ર લખીને જાણ કરી છે કે બંધારણ (130મો સુધારો) બિલ, 2025, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ, 2025 અને કેન્દ્રશાસિત પ્રદેશો સરકાર (સુધારો) બિલ, 2025 ચાલુ સત્રમાં પસાર કરવામાં આવશે.
બુધવારે (20 ઓગસ્ટ) લોકસભા સત્રમાં હોબાળો થવાની સંભાવના છે, કારણ કે સરકાર ત્રણ વિવાદાસ્પદ બિલ રજૂ કરવા જઈ રહી છે. આ બિલ અંતર્ગત ગંભીર ગુનાઈત આરોપમાં સતત 30 દિવસ સુધી જેલમાં રહેતા વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રી, મુખ્ય મંત્રી અથવા રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશના મંત્રીને પદથી દૂર કરવાની જોગવાઈ છે.
- Advertisement -
વિપક્ષની પ્રતિક્રિયા
વિપક્ષે આ બિલ પર તીખી પ્રતિક્રિયા આપી છે અને આ બિલનો કડક વિરોધ કરવાની ધમકી આપી કે, જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેને લોકસભામાં રજૂ કરશે તો અમે મોટા પાયે વિરોધ પ્રદર્શન કરીશું. અમે તેને રજૂ નહીં થવા દઇએ, ટેબલ તોડી નાંખીશું અને બિલ ફાડી દઇશું.’
આ પ્રસ્તાવિત ત્રણેય બિલને 1 કેન્દ્ર શાસિત પ્રદેશ સરકાર (સંશોધન) બિલ 2025, સંવિધાન (130મું સંશોધન) બિલ 2025 અને 3 જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સંશોધન) બિલ 2025 ગૃહ મંત્રી અમિત શાહ લોકસભામાં રજૂ કરશે. અમિત શાહ આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ (જેસીપી)ને મોકલવાનો પ્રસ્તાવ રજૂ કરશે.
- Advertisement -
વિપક્ષે આ બિલ પર વાંધો વ્યક્ત કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર ગેર-ભાજપ સરકારને અસ્થિર કરવા માટે કાયદો લાગુ કરવા ઈચ્છે છે. જે હેઠળ આ ‘પક્ષપાતી’ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તેમના મુખ્યમંત્રીની ધરપકડ કરાવશે અને તેમની ‘મનમાની રીતે’ ધરપકડની તુરંત બાદ તેમને પદ પરથી દૂર કરી દેશે. એક વિપક્ષી સાંસદે કહ્યું કે, આ બિલને પાસ નહીં થવા દઇએ. અમે આ બિલ રજૂ જ નહીં થવા દઇએ. બિલ ફાડી નાંખીશું.
ત્રણ મોટા ભ્રષ્ટાચાર વિરોધી બિલ અનુસાર, ‘કોઈપણ વડાપ્રધાન, મુખ્યમંત્રી અથવા મંત્રી, જે પાંચ વર્ષ અથવા તેનાથી વધુની સજાના આરોપમાં ધરપકડ કરાવીને સતત 30 દિવસો સુધી કસ્ટડીમાં રાખવામાં આવે છે, તો 31માં દિવસે આપમેળે તેમનું પદ રદ થઈ જશે.’
આ બિલમાં કહેવામાં આવ્યું કે, ‘જો કોઈ મંત્રી પોતાના પદ પર રહે છે અને સતત 30 દિવસના સમયગાળામાં પાંચ વર્ષ અથવા તેનાથી વધુના દંડનીય ગુનાના આરોપમાં તેની ધરપકડ થાય છે અને તેમને કસ્ટડીમાં લેવામાં આવે છે, તો આવી અટકાયતના 31માં દિવસે વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિ દ્વારા તેમને પદથી દૂર કરવામાં આવશે.’