રાજકોટ મહાનગરપાલિકાની તમામ શાખાઓના અસરકારક આંતરિક સંકલન થકી એડમિનિસ્ટ્રેશનને સરળ બનાવવા મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ આજે તા. ૧૩-૦૭-૨૦૨૧નાં રોજ શાખાધિકારીઓની એક ખાસ બેઠક યોજી હતી. વિવિધ શાખાઓ વચ્ચે યોગ્ય તાલમેળ અને સંકલન થકી ઝડપી અને સરળ પ્રક્રિયા હાથ ધરી શકાય તે માટે કમિશનરએ જે તે શાખાના સંબંધિત પ્રશ્નો અંગે માહિતી મેળવવા અને તેના ઉકેલ લાવવા માટે હવે દર મંગળવારે આ સંકલન બેઠક યોજવાનું શરૂ કરેલ છે.
- Advertisement -
આજની બેઠકમાં મ્યુનિ. કમિશનરએ, બ્રિજના કામમાં યોગ્ય ગતિ જળવાઈ રહે તે માટે લાઈટ પોલ, વ્રુક્ષો અને અન્ય યુટિલિટીઝનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા પણ સમાંતર થાય તે માટે અધિકારીઓને સૂચના આપી હતી. જે વ્રુક્ષો હટાવવામાં આવે છે તેનું સત્વરે રીપ્લેસમેન્ટ પણ કરવામાં આવે તે મુજબ આવશ્યક કામગીરી કરવા સંબંધિત અધિકારીને સૂચના આપવામાં આવી હતી. વિશેષમાં, કમિશનરએ પ્રિ-પ્લાન પર ભાર મુકી, આગામી છ માસમાં જે પ્રોજેક્ટની કામગીરી કરવાની થતી હોય છે તેનું પ્લાનિંગ અત્યારથી જ તૈયાર રાખવા અધિકારીઓને જણાવ્યું હતું.