વધતી જતી ગરમી વચ્ચે હવે આવતીકાલે દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, કચ્છમાં હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં
આવી છે.
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.22
- Advertisement -
ગુજરાતમાં ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે અને આજે 13 શહેરમાં તાપમાન 37 ડિગ્રીને પાર થયું હતું. વધતી જતી ગરમી વચ્ચે હવે આવતીકાલે દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, કચ્છમાં હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે દિવસ દરમિયાન અમરેલીમાં 40.2 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી જ્યારે રાજકોટમાં 40.1 ડિગ્રી સાથે સતત બીજા દિવસે પારો 40 ડિગ્રીને પાર નોંધાયો હતો. 37 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં પોરબંદર, ભુજ, વડોદરા, સુરત, છોટા ઉદેપુર, ડીસા, અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, નલિયા, જામનગરનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી 5 દિવસ રાજ્યના તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત છે. આજે અમદાવાદમાં 37.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો થયો હતો. હવામાન વિભાગના મતે આગામી 27 માર્ચ સુધી અમદાવાદનું તાપમાન 39 ડિગ્રીની આસપાસ રહેશે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર આગામી 27 માર્ચ બાદ અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જઈ શકે છે.
આ જિલ્લામાં વધારે ગરમી
અમરેલી- 40.2 ડિગ્રી
રાજકોટ -40.1 ડિગ્રી
પોરબંદર -39.0 ડિગ્રી
વડોદરા- 38.6 ડિગ્રી
ભૂજ- 38.5 ડિગ્રી
સુરત -38.4 ડિગ્રી
છોટાઉદેપુર- 38.3 ડિગ્રી
ડીસા -37.9 ડિગ્રી
અમદાવાદ -37.4 ડિગ્રી
ભાવનગર- 37.4 ડિગ્રી
ગાંધીનગર -37.2 ડિગ્રી
નલિયા -37.2 ડિગ્રી
જામનગર -37.1 ડિગ્રી
કંડલા -35.6 ડિગ્રી