દિલ્હીના હરિનગરમાં એક જૂના મંદિરને અડીને આવેલી દિવાલ અચાનક ધરાશાયી થતાં આઠ લોકો ફસાયા હતા
3 પુરુષ, 2 મહિલાઓ અને 2 બાળકીઓ મોત
- Advertisement -
દુર્ઘટના બાદ સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. મૃતકોમાં 3 પુરુષ, 2 મહિલાઓ અને 2 બાળકીઓ સામેલ છે. માહિતી અનુસાર દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સફદરજંગ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન 3 લોકો મૃત્યુ પામી ગયા હતા. જ્યારે 3 ઈજાગ્રસ્તોને એઈમ્સ ટ્રોમા સેન્ટર લવાયા હતા જ્યાં તે તમામ મૃત્યુ પામ્યા છે.
મૃતકોમાં પુરુષોમાં 30 વર્ષીય શબીબુલ, 30 વર્ષીય રબીબુલ અને 45 વર્ષીય મુટ્ટુ અલીનો સમાવેશ થાય છે. મહિલાઓમાં 25 વર્ષીય રૂબીના અને 25 વર્ષીય ડોલીનું મૃત્યુ થયું છે. બાળકીઓમાં 6 વર્ષીય રૂખસાના અને સાત વર્ષીય હસીનાનું મૃત્યુ થયું છે.