અંતરિક્ષ યાત્રીઓને 100 કિલો મીટર ઉંચાઈએ બ્લુ ઓરિજીનનું ન્યુ શેપર્ડ રોકેટ 10 મિનિટ માટે લઈ જશે
ટુંક સમયમાં જ કોઈ ભાગ્યશાળી ભારતીયને અંતરિક્ષમાં યાત્રા કરવાની તક મળી શકે છે. અમેરિકાની સ્પેસ એકસ્પ્લોરેશન એન્ડ રિસર્ચ એજન્સી (સેરા)એ એક ભારતીય સહિત 6 લોકોને અંતરિક્ષ યાત્રી બનાવવાનો મોકો આપ્યો છે. તેના માટે જેફ બેજોસના નેતૃત્વ વાળી બ્લુ ઓરિજીનની સાથે ભાગીદારી કરાઈ છે.
- Advertisement -
અંતરિક્ષમાં જવા માટે લોકો દ્વારા ઉમેદવાર માટે વોટીંગ કરવામાં આવશે. વોટ મેળવવા માટે પ્રચાર પણ કરી શકાય છે. 18 વર્ષથી વધુ વયના લોકો અરજી કરી શકે છે.
આ ઉમેદવારી માટે શારીરિક ધોરણો (વજન, લંબાઈ, ફીટનેસ)ને પુરી કરવી પડશે. અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈશે. પસંદગી પામેલ અંતરિક્ષ યાત્રીને બ્લુ ઓરિજીનના ન્યુ શેયર્ડ રોકેટ 100 કિલોમીટરની ઉંચાઈ પર 11 મીનીટ માટે લઈ જશે.
‘સેરા’ના સહસંસ્થાપક સેમ હચિસને જણાવ્યું હતું કે, અમે એ નિશ્ચિત કરવા માંગીએ છીએ કે આ મિશન લોકો દ્વારા અને લોકો માટે સંચાલીત હોય. ભારતની અંતરિક્ષ યાત્રામાં ઉલ્લેખનીય સિદ્ધિઓ જોઈ અહીંના એક નાગરિકને અંતરિક્ષમાં લઈ જવાનો નિર્ણય લેવાયો છે.
- Advertisement -