– વડાપ્રધાન મોદીએ બાઈડન સાથે ફોન પર વાત કરી
ભારતની 1 વર્ષ પુર્વે જ ફરી ટાટાગ્રુપને સુપ્રત કરાયેલી એરઈન્ડીયાએ દેશના એવીએશન ઈતિહાસના સૌથી મોટા સોદામાં અમેરિકી કંપની બોઈંગ તથા ફ્રાન્સની કંપની એરબસ પાસેથી કુલ 470 મુસાફર વિમાનો ખરીદવા જંગી સોદો કર્યો હતો અને આ સોદાની જાહેરાત માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુઅલ મેક્રો જોડાયા હતા.
- Advertisement -
આ સોદા મુજબ એરઈન્ડીયા આગામી વર્ષમાં અમેરિકાની બોઈંગ વિમાની કંપની પાસેથી 220 બોઈંગ વિમાનો ખરીદશે અને ફ્રાન્સની એરબસ પાસેથી 250 મુસાફર વિમાનો ખરીદશે. આ સોદાને અમેરિકાના પ્રમુખ જો બાઈડન તથા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુઅલ મેક્રોએ ઐતિહાસિક ગણાવ્યા હતા. સોદાની જાહેરાત બાદ પ્રમુખ બાઈડન તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલીફોન પર વાતચીત કરી હતી.
ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં જ વોશિંગ્ટન ડીસીમાં ક્રિટીકલ એન્ડ ઈમર્જીંગ ટેકનોલોજી પરની પ્રથમ વખત યોજાઈ હતી અને ભારત તથા અમેરિકા વચ્ચે અવકાશ ઉપરાંત સેમી કન્ડકટર, સંરક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં દ્વીપક્ષી કરારો કરવા નિર્ણય લેવાયા હતા તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બોઈંગ સહિતની અમેરિકી કંપનીઓને ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના વિસ્તરણનો લાભ લેવા આમંત્રણ આપ્યુ હતું. આ સોદામાં બ્રિટનમાં વિન-વિન સ્થિતિમાં છે. દેશની કંપની રોલ્સ રોયસ પણ સામેલ થઈ છે જે એરબસ માટે એન્જીન પુરા પાડશે.