ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
સ્પેનના ક્રિસ્ટોફર કોલંબસે ઇ.સ 1492માં અમેરિકા ખંડની શોધ કરી. જેવી યુરોપ અને ઈંગ્લેન્ડના લોકોને આની જાણ થઈ કે તેઓ એ અફાટ દેશ ભણી દોડ્યા. અમેરિકાના મૂળ વતનીઓએ આ લોકોનો વિરોધ કર્યો. પણ યુરોપ અને ઈંગ્લેન્ડના લોકોની બંદુકો સામે રેડ ઈન્ડિયનોના તીરકામઠા કામ ન લાગ્યા. પછી તો વિશ્વના બધા જ દેશોના લોકો અમેરિકા પ્રત્યે આકર્ષાયા. ભારતે પણ આઝાદી બાદ અમેરિકામાં પ્રવેશવાનું શરૂ કર્યું. આજે ભારતીયોની અમેરિકામાં સંખ્યા ખૂબ વધી ગઈ છે. અમેરિકાના જે મૂળ વતનીઓ હતા એ રેડ ઈન્ડિયનો તો હવે નહિવત જેવા થઈ ગયા છે. અમેરિકા સાચ્ચે સાચ ઈમિગ્રન્ટોનો દેશ છે. અમેરિકાની બારાખડી શું છે? ‘અ’ એટલે અમેરિકા, ‘ઇ’ એટલે બર્થ સિટીઝનશિપ, ‘ઈ’ એટલે ચેન્જ ઓફ સ્ટેટ્સ, ‘ઉ’ એટલે ડિપેન્ડન્ડ ચાઈલ્ડ, ‘ઊ’ એટલે એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ, ‘ઋ’ એટલે ફેમિલી બેઝ્ડ, ‘ૠ’ એટલે ગ્રાઉન્ડ્સ ઓફ ઈન એડ્મીસીબીલીટી, ‘ઇં’ એટલે હયુમેનિટેરિયન રીઝન્સ, ‘ઈં’ એટલે ઈ-લીગલ, ‘ઉં’ એટલે જોઈન્ટ એપ્લિકેશન, ‘ઊં’ એટલે કબૂતર, ‘ક’ એટલે લીગલ, ‘ખ’ એટલે મિલેટરી, ‘ગ’ એટલે નોન ઈમિગ્રન્ટ ઈંટેન્શન, ‘ઘ’ એટલે ઓવર સ્ટે, ‘ઙ’ એટલે પ્રાયોરિટી ડેટ, ‘ચ’ એટલે ક્વેશ્ચન્સ એટ ઈન્ટરવ્યુ, ‘છ’ એટલે રિટર્નિંગ રેસિડેન્ટ, ‘જ’ એટલે સબસ્ટિટ્યુશન, ‘ઝ’ એટલે ટુરિસ્ટ, ‘ઞ’ એટલે અન લો ફૂલ, ‘ટ’ એટલે વિઝા, ‘ઠ’ એટલે વેવર, ‘ડ’ એટલે ઝેરોક્ષ કોપી, ‘ઢ’ એટલે યર્સ ટુ વેઇટ, અને ‘ણ’ એટલે ઝીરો ટોલરન્સ. આલ્ફાબેટના આ દરેકે દરેક શબ્દોમાં અમેરિકાને લગતા, અમેરિકાના ઈમિગ્રેશનને લગતા, શબ્દો સમાયેલા છે. આથી જ અમેરિકા ખરા અર્થમાં ઈમિગ્રન્ટોનો દેશ કહેવાય છે. અમેરિકામાં કુદરતી સોંદર્ય તો છે જ. પણ શહેરોમાં મનુષ્યોએ બાંધેલા સુંદર મકાનો છે. પૂતળાઓ છે.
- Advertisement -
ફ્રાન્સે અમેરિકાને પ્રેઝ્ન્ટ આપ્યું છે એ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે . સિલિકોન વેલી આજે કોમ્પ્યુટરની બાબતમાં વિશ્વમાં અવ્વલ છે. અને અમેરિકાની હાર્વર્ડ અને સ્ટેનફર્ડ જેવી યુનિવર્સિટીઓ વિશ્વમાં નંબર વન ધરાવે છે. વિદ્યાર્થીઓ આથી જ અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણવાનું પસંદ કરે છે. વેપારીઓ એમના રૂપિયાના ડોલર કરવા માંગે છે . પ્રવાસીઓ અમેરિકા જવા મળે તો સૌથી પ્રથમ પ્રવાસ માટે પસંદગી અમેરિકાને જ આપે છે. આમ જુદા જુદા કારણોસર અમેરિકા આજે વિશ્વમાં મોખરે છે. આ કારણસર જ વિશ્વના બધા લોકોનું એક અમેરિકન સ્વપ્નું હોય છે. તેઓ એ સ્વપ્નું પૂરું કરવા માટે અનેક જાતના પ્રયત્નો કરે છે. જો તમારે ટૂંક સમય માટે કોઈ ખાસ કારણસર અમેરિકામાં જવું હોય તો નોન ઈમિગ્રન્ટ વિઝા ઘડવામાં આવ્યા છે. અને જો કાયમ રહેવું હોય તો એના માટે ઈમિગ્રન્ટ વિઝા ઘડવામાં આવ્યા છે. જે કારણસર તમે અમેરિકામાં જવા ઈચ્છતા હોવ એ મુજબની નોન ઈમિગ્રન્ટ વિઝા મેળવવાની લાયકાતો હોય છે. ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે પણ અમુક સંબંધો અમેરિકામાં હોવા જોઈએ. હવેથી અમેરિકામાં કોઈ સંબંધી ન હોય, તમારી આગળ કોઈ ખાસ આવડત ન હોય, પણ પૈસા હોય તો અમેરિકાના માન્ય પામેલા રિજનલ સેન્ટરમાં દસ લાખ પચાસ હજાર કે આઠ લાખ ડોલરનું રોકાણ કરો તોપણ તમને ઈમિગ્રન્ટ વિઝા પ્રાપ્ત થઈ શકે છે. જો તમારે અમેરિકા જવું હોય, જે કરાણસર જવું હોય, એને લગતા જે પ્રકારના નોન ઈમિગ્રન્ટ કે ઈમિગ્રન્ટ વિઝા મેળવવાના હોય એની તમે પૂરતી જાણકારી મેળવી લો. પછી એ વિઝા મેળવવા માટે અરજી કરો.
વિઝા મેળવીને કાયદેસર અમેરિકા જાઓ. વિઝા માટે અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાના જાણકાર અનુભવી એડવોકેટની સલાહ લેવી જોઈએ. તમારે જે કારણસર અમેરિકા જવું છે એ માટે ક્યા પ્રકારના નોન ઈમિગ્રન્ટ યા ઈમિગ્રન્ટ વિઝાની જરૂર છે અને એ કેવી રીતે મેળવી શકાય? જો તમારી પાસે એ લાયકાતો ન હોય તો તમે પ્રયત્ન કરીને મેળવી શકો. અમેરિકા જવું હોય તો કાયદેસર જ જે પ્રકારના વિઝા મેળવવાની જરૂરિયાત હોય એની લાયકાતો મેળવીને પછી જ જજો. ત્યાં કંઇ પણ ખોટું કરતા નહીં. જો ખોટું કરશો તો જરૂરથી એ દેશ તમને પોતાના દેશમાંથી બહાર જવાનું કહેશે. આપણા ઘરમાં પણ પરદેશથી કોઈ બહારની વ્યક્તિ આવે અને કંઈ ખોટું કરે તો આપણે એને ચાલી જવાનું જ કહીએ, ઘરની બહાર કાઢી મૂકીએ, એ મુજબ જ અમેરિકામાં પણ જો તમે જાઓ તો તમારે ત્યાં કાયદેસર જવું જોઈએ. કંઈ ખોટું કાર્ય કરવું ન જોઈએ જેથી તમને અમેરિકાની બહાર જવાનું કહેવામાં ન આવે. તમે અમેરિકામાં રહી શકો. તમારું કાર્ય કરી શકો અને આનંદ કરી શકો. અમેરિકાના આલ્ફાબેટ્સ અમેરિકાની બારાખડી એકવાર ફરીથી જોઈ જજો. દરેક અક્ષર જે માટે છે એની માહિતી મેળવી લેજો.
’A’ ફોર અમેરિકાથી ’Z’ ફોર ઝીરો ટોલરન્સ સુધી; બર્થ સિટીઝનશિપ, ફેમિલી બેઝ્ડ અને નોન-ઇમિગ્રન્ટ ઇન્ટેન્શન જેવા મહત્ત્વના શબ્દોનો સમાવેશ