અમેરિકાને નાણાકીય વર્ષ 2023 માટે અમેરિકન સંસદ દ્વારા નક્કી કરવામાં આવેલ એચ-1બી વિઝાના 65000ના ક્વોટા સામે પૂરતા પ્રમાણમાં અરજીઓ મળી છે તેમ ફેડરેલ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે. એચ-1બી વિઝા એક નોન ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાની મંજૂરી આપી છે. થિઅરી અને ટેકનોલોજીમાં નિષ્ણાતોને આ વિઝા આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા સ્થિત ટેકનોલોજી કંપનીઓ દર વર્ષે ભારત અને ચીનમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની નિમણૂક કરે છે. ભારત સહિતના વિદેશી પ્રોફેશલ્સમાં વર્ક વિઝા પછી એચ-1બી વિઝા સૌથી વધુ લોકપ્રિય છે. અમેરિકન કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ મંજૂરી મુજબ અમેરિકા દર વર્ષે મહત્તમ 65,000 એચ-1બી વિઝા જારી કરી શકે છે. આ ઉપરાંત અન્ય 20,000 વીઝા અમેરિકામાં ભણેલા વિદેશી વિદ્યાર્થીઓને આપી શકે છે. યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (યુએસસીઆઇએસ)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે 65000ની મર્યાદા સામે અમને પૂરતી સંખ્યામાં એચ-1બી વિઝા માટેની અરજીઓ મળી છે.
અમેરિકાને H1-B વિઝાની 65,000ની મર્યાદા સામે પૂરતી અરજીઓ મળી

Follow US
Find US on Social Medias