રાજકોટ પૂર્વ બેઠકના ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો ધારાસભ્ય રૈયાણીના હસ્તે ઉદ્ઘાટન
ઉદય કાનગડ પાર્ટીના વફાદાર સૈનિક, તેને જીતાડવાની તમામની જવાબદારી :મોહન કુંડારિયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઉદય કાનગડના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ધારાસભ્ય અને પાટીદાર અગ્રણી અરવિદ રૈયાણીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. સાધુ સંતો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોથી લઈ અગ્રણીઓ અને નાગરિકોની ઉપસ્થિતિમાં સંબોધન કરતા અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ વિચારધારા આધારિત પક્ષ છે. ભાજપમાં વિચારધારા મુખ્ય છે અને વ્યક્તિ ગૌણ છે. ગત ટર્મમાં ધારાસભ્ય તરીકે કામ કરવાની જવાબદારી મારી હતી. હવે જ્યારે પક્ષ દ્વારા આ જવાબદારી ઉદયભાઈ કાનગડને સોંપવામાં આવી છે ત્યારે આપણા સૌની એ જવાબદારી બને છે કે આગામી 1 ડીસેમ્બરે યોજાનાર મતદાનમાં આપણે ઉદયભાઈની તરફેણમાં જંગી મતદાન કરાવીશું.
સાંસદ મોહનભાઈ કુંડારીયાએ આ તકે પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, ઉદય કાનગડ પાર્ટીના વફાદાર સૈનિક રહ્યા છે ત્યારે તેઓને આપણે હવે આગામી ધારાસભામાં ચૂંટીને મોકલવાના છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ડો. ભરત બોઘરાએ રાજકોટ શહેરમાંથી ચારેય કમળ ચૂંટીને મોકલવાના છે. તથા તેમાં ખાસ ઉદયભાઈ કાનગડને આપણે સૌથી વધુ લીડથી જીતાડવાના છે તેવું આહવાન ઉપસ્થિત કાર્યકરો સમક્ષ કર્યું હતું.
આ પ્રસંગે રાજકોટ શહેર બિલ્ડર એસોસિએશનના પ્રમુખ અને સરદારધામના અગ્રણી એવા પાટીદાર આગેવાન પરેશભાઈ ગજેરાએ ઉપસ્થિત કાર્યકરોને સંબોધન કરતા કહ્યું હતું કે,
ઉપલા કાંઠાના વિકાસ કાર્યોને ઉદય કાનગડ મહત્તમ વેગ આપશે તે નિશ્ર્ચિત છે: અરવિંદ રૈયાણી
- Advertisement -
ઉપલો કાંઠાનો ભાજપના શાસનમાં ખૂબ વિકાસ થયો છે. હાલ ઉપલો કાંઠો યુકે તરીકે ઓળખાવા લાગ્યો છે. ત્યારે આગામી સમયમાં તેનો વધુમાં વધુ વિકાસ કરવા માટે ઉદયભાઈ સક્ષમ છે. પાટીદાર સમાજ સહિત સર્વે સમાજનું ઉદયભાઈ કાનગડને સંપૂર્ણ સમર્થન છે.
68-પૂર્વ રાજકોટ વિધાનસભા બેઠકના ઉમેદવાર ઉદયભાઈ કાનગડના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, વિધાનસભા-68ના ભાજપના ઉમેદવાર ઉદયભાઈ કાનગડ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરા, ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, સંતો, શહેર ભાજપ મહાંમંત્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લંબાસીયા, ખીમાભાઈ ટીડાભાઈ મકવાણા, સામાજિક અગ્રણીઓ, વોર્ડ . 4, 5, 6, 16ના ભાજપના પદાધિકારીઓ દીપકભાઈ પનારા, રમેશભાઈ અકબરી, રમેશભાઈ પરમાર, જીણાભાઈ, અશ્વિનભાઈ મોલીયા, સી.ટી. પટેલ, દિનેશ ચૌહાણ, કાનાભાઈ ઉધરેજા, હિતેશભાઈ ધિયાળ, મુકેશ ધનસોતા, દિનેશ ડાંગર, ઘનશ્યામભાઈ કુંગશીયા, સોમભાઈ ભાલીયા, મહેશભાઈ બથાર, રત્નાભાઈ મોરી, ભાર્ગવ મિયાત્રા, જીતુભાઈ સીસોદીયા, જતીન પટેલ, કોર્પોરેટરો કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, કોમલબેન ખીરા, પરેશભાઈ પીપળીયા, કાળુભાઈ કુંગશીયા, વજીબેન ગોલતર, રસીલાબેન સાકરીયા, હાર્દિકભાઈ ગોહેલ, દિલીપભાઈ લુણાગરીયા, દેવુબેન જાદવ, મંજુબેન કુંગશીયા, પરેશભાઈ પીપળીયા, ભાવેશભાઈ દેથરીયા, કંચનબેન સિધ્ધપુરા, રુચીતાબેન જોશી, સુરેશભાઈ વસોયા, નરેન્દ્રભાઈ ડવ, જયંતિભાઈ ધાંધલ, દિલીપભાઈ બોરીચા, ભાવેશભાઈ, ઘનશ્યામભાઈ વાંક, મહેશભાઈ, રમેશભાઈ સાગઠીયા, દેવરાજ બાપા સખીયા, સંજયભાઈ ઉધરેજા, નયનાબેન સોલંકી, નવીનભાઈ કાનગડ, રવિભાઈ, રીટાબેન વડેચા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ લુણાગરીયા અને કાર્યક્રમના અંતે આભારદર્શન દીપકભાઈ પનારાએ કર્યું હતું.